તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વર્તુ -2 ડેમમાંથી પાણી છોડાતા ડાયવર્ઝન પુલ પરથી પાણી વહ્યું

બગવદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોઢાણા વચ્ચેના પુલ પરથી પાણી ઓસરતા વાહન વ્યવહાર શરૂ થયો હતો
 • ત્રણ કલાક પોરબંદર - ખંભાળીયા જવાનો વાહન વ્યવહાર બંધ રહ્યો

વર્તુ-2 ડેમ માંથી પાણી છોડવામાં આવતા મજીવાણા સોઢાણા વચ્ચે આવેલ ડાયવર્ઝન પુલ ઉપરથી દોઢથી બે ફૂટ પાણી વહેતું થયું હતું. જેથી પોરબંદર ખંભાળિયા, રાવલ, જામનગર જવા માટેનો રસ્તો સવારના 6 થી 9 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેલ હતો. ભાણવડ તાલુકાના વર્તુ-2 ડેમ માંથી બરડા પંથકના 20 થી 25 ગામના ખેડૂતોએ વર્તુ નદીમાં પાણી છોડવા બાબતે રજૂઆતો કરેલી જેથી સિંચાઇ વિભાગ ગાંધીનગરથી 100 એમસીએફટી પાણી છોડવાની મંજૂરી મળતા ગઈકાલે તારીખ 25 ના સવારે વર્તુ-2 ડેમ માંથી વર્તુ નદીમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું, આ પાણી વિવિધ ચેકડેમો માંથી પસાર થઈ આ પાણી રાત્રે મજીવાણા સોઢાણા વચ્ચે આવેલા ડાયવર્ઝન પુલ ઉપરથી વહેવા લાગ્યું હતું અને દોઢ થી બે ફૂટ પાણી વહેતુ હોવાથી ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયેલ હતો.

આ માર્ગ પોરબંદર થી ખંભાળિયા, જામનગર સુધીનો હોય જેથી વાહનચાલકોને અને એસટી તેમજ ટ્રાવેલ્સમા મુસાફરી કરતા મુસાફરોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બાદ પાણી ઓસરતા વાહન વ્યવહાર શરૂ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો