સમસ્યા:પોરબંદરના સ્મશાન ભૂમિમાં પાણી ખાલી, લોબીમાં પંખા નથી, ડાઘુઓની મુશ્કેલી વધી

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઈટના વાયરો લટકે છે, જીવનું જોખમ, સ્મશાનમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ

પોરબંદરના સ્મશાનભૂમિમાં પાણી ખાલી થતા ડાઘુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. લાઈટના વાયરો માથા સુધી લટકતા હોય જેથી સુવિધા વધારવા માંગ કરી છે. પોરબંદરના મુખ્ય સ્મશાનભૂમિ ખાતે આજે બુધવારે બપોરે પાણી ખાલી થઈ જતા ડાઘુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એક પરિવારના સ્વજનનું મૃત્યુ થતાં તેને અંતિમ દાહ આપવા માટે ડાઘુઓ સ્મશાનભૂમિ ખાતે આવ્યા હતા. ધનજીભાઈએ જણાવ્યું હતુંકે, સ્વજનના મૃતદેહને ચિતામાં લાકડા વડે અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો. જેથી લોખંડના સળિયા સહિત લોખંડની ચીજો ગરમ થાય છે.

પરંતુ સ્મશાનમાં પાણી ન હોવાથી લોખંડના સળિયા ગરમ જ રહ્યા છે અને અસ્થિ માં પાણી છાંટવા પણ પૂરતું પાણી ન હતું. ન્હાવા માટે પાણી ખાલી હતું. જેથી પાણી વિના મુશ્કેલી પડી છે. આ ઉપરાંત લાકડામાં અગ્નિ દાહ આપ્યા બાદ ડાઘુઓને બેસવા માટેની લોબી ખાતે પંખા નથી જેથી ભર બપોરે ગરમીમાં મુશ્કેલી પડી છે. લાઈટ માટેનો વાયર લટકી રહ્યો છે જેથી શોક લાગવાનો ભય રહે છે. આથી સ્મશાનભૂમિ ખાતે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

શું કહે છે સંચાલક?
સ્મશાન ભૂમિના સંચાલકે જણાવ્યું હતુંકે, મોટર બંધ હોવાને કારણે પાણી નથી. પરંતુ પાલિકાને જાણ કરી પાણીનો ટાંકો મંગાવ્યો છે. સ્મશાનભૂમિ ખાતે નાના પાણીના ટાંકા માંથી ડાઘુઓ પાણી ભરી ગયા હતા. લાઈટના વાયર લટકે છે તે અંગે પાલિકાને જાણ કરી છે. મોટર બંધ હોવાથી ડાઘુઓને થોડી મુશ્કેલી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...