તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકર્ષણ:પોરબંદરના પક્ષી અભયારણ્યમાં પાણી સુકાતા ફ્લેમિંગોએ સ્થળાંતર કર્યું, છાયા રણમાં પક્ષીઓની ગુલાબી ચાદર છવાઈ

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભયારણ્ય ખાતે મેટલની ફેન્સિંગ મૂકવી જરૂરી, શ્વાન સહિતના પશુઓ પક્ષીઓને નુકસાન પહોંચાડી શકે છે

પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે પાણી સુકાતા ફ્લેમિંગોએ સ્થળાંતર કર્યું છે. છાયા રણ ખાતે પક્ષીઓની ગુલાબી ચાદર છવાઈ ગઈ છે. અભયારણ્ય ખાતે મેટલની ફેન્સિંગ મુકવી જરૂરી બની છે. શ્વાન સહિતના પશુઓ પક્ષીઓને નુકશાન પહોંચાડી શકે છે. સુરખાબી નગરી એવા પોરબંદર જિલ્લામાં 23 જેટલા વેટલેન્ડ આવેલા છે. જિલ્લામાં ફ્લેમિંગો પક્ષી એપ્રિલ થી વધુ પ્રમાણમાં આવતા હોય છે. હાલ ફ્લેમિંગો પક્ષીની બ્રિડિંગ સીઝન શરૂ થાય છે. અને મેં માસના આખરમાં મેટિંગ કરતા હોય છે. આ પક્ષીઓ આ સમયે ડાન્સ કરી આકર્ષણ જન્માવતા હોય છે.

વરસાદ શરૂ થતા ફ્લેમિંગો પક્ષી કચ્છના કાલા ડુંગર વિસ્તારમાં જાય છે અને ત્યાં ઈંડા મૂકે છે. હાલ પક્ષીઅભ્યારણ્ય ખાતે આવેલ વેટલેન્ડમાં પાણી સુકાઈ જતા ફ્લેમિંગો પક્ષી સ્થળાંતર કરી છાયા રણમાં વિહરતા જોવા મળે છે. પક્ષીઅભ્યારણ્ય વેટલેન્ડમાં અગાવ 6000 થી વધુ ફ્લેમિંગો પક્ષી વિહરતા હતા. પાણી સુકાઈ જવાના કારણે તેમજ અહીં બોર્ડર ન હોવાને કારણે રખડતા શ્વાન અને અન્ય પ્રાણીઓ ઘુસી જતા હોવાથી પક્ષીઓ ઉડી જાય છે જેથી અહીં રખડતા પશુઓ ઘુસી ન જાય તે માટે પથ્થર કે કોન્ક્રીટ નહિ પરંતુ મેટલની ફેન્સિંગ મુકાવવી જોઈએ તેવી માંગ પક્ષીવિદ ધવલ વારગિયાએ કરી છે.

ધવલભાઈએ જણાવ્યું હતું કે ફ્લેમિંગો પક્ષીની નોંધ 1960થી લેવામાં આવી છે. એ અગાવ પણ આ પક્ષીઓ આવતા હશે. વરસાદ બાદ પુખ્ત વયના પક્ષી કચ્છ જશે. કેટલાક પક્ષી આખું વર્ષ જોવા મળે છે. પક્ષીઅભયારણ્ય ખાતે વેટલેન્ડમાં પશુઈ ન આવે તે માટે ફેન્સિંગ લગાવવી જોઈએ. હાલ છાયા રણમાં ફ્લેમિંગો પક્ષી વિહરી રહ્યા છે અને ફ્લેમિંગો પક્ષીથી ગુલાબી ચાદર છવાઈ જતા નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. મહત્વની વાત એ છે કે છાયા રણમાં પેશકદમી થતા ફ્લેમિંગો પક્ષીની સંખ્યા ઓછી થઈ છે. પક્ષીવિદો ચિંતા જનક બાબત જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...