હાલાકી:પોરબંદરના બંને ડેમ છલોછલ છતાં ત્રણ દિવસે પાણી વિતરણ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે કરી રાજય સરકારને ફરીયાદ

પોરબંદર જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ વરસ્યો હોવાના કારણે પોરબંદર જીલ્લાને પીવાનું પાણી પુરું પાડતા ફોદાળા અને ખંભાળા ડેમ છલોછલ ભરાઇ ગયા છે. છતાં પણ પાલિકા દ્વારા પોરબંદરમાં 3 દિવસે પાણી કરાતું હોવાથી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજય સરકારને રજુઆત કરાઇ છે.

પોરબંદર કોંગ્રેસના આગેવાનોએ રાજય સરકારને રજુઆત કરી છે કે, પોરબંદર જિલ્લાને પાણી પુરું પાડતા ખંભાળા અને ફોદાળા ડેમ આ વર્ષે પુરેપુરા ભરાઇ ગયા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા લોકોને એકાંતરે પાણી આપવાના બદલે 3 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે. એક બાજુ નગરપાલિકાના સતાધીશો એવી જાહેરાત કરી રહ્યા છે કે પોરબંદરના બંને ડેમોમાં દોઢ વર્ષ ચાલે તેટલું પાણી આવી ગયું હોવાથી પોરબંદરના સુખના દિવસો આવી ગયા છે પરંતુ હજુસુધી નિયમિત પાણી આપવામાં આવતુ નથી.

અન્ય સમાચારો પણ છે...