વિધાનસભા ચૂંટણી:14 સખી મતદાન મથકો પર મતદારો મતદાન કરશે

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા કર્મચારીઓ સંચાલિત મતદાન મથકો

આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજનાર છે. ત્યારે 83- પોરબંદર અને 84-કુતિયાણા વિધાનસભા વિસ્તાર માટે તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજનાર છે. 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ નાગરિકો મતદાન કરીને લોકશાહીના પર્વમાં જોડાઈ તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા માઇક્રો પ્લાનિંગ સાથે ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લામા 14 સખી મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.

મહિલા કર્મચારીઓ સંચાલિત આ સખી મતદાન મથકોમા તમામ કર્મચારીઓ મહિલાઓ જ હશે. પોરબંદર વિધાનસભા વિસ્તાર માટે 7 સખી મતદાન મથક તથા કુતિયાણા વિધાનસભા વિસ્તાર માટે 7 સખી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી પોરબંદર વિધાનસભા વિસ્તાર માટે પોરબંદર કડિયા પ્લોટ વિસ્તારમાં 4 મતદાન મથકો સહિત કુલ 7 સખી મતદાન મથકો ઉપર મતદારો મતદાન કરી શકશે. આ ઉપરાંત કુતિયાણા માટે ધરમપુર, દિગ્વિજયગઢ સરકારી શાળા, વનાણા સરકારી શાળા, પીપળીયા ગામે સરકારી શાળા, ટેરી, તથા રોઘડા ખાતે સખી મતદાન મથકો ઉભા કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...