નવતર પ્રયોગ:પોરબંદરના વિઠલાણી પરિવારે ખાદીના રૂમાલમાં યજ્ઞોપવિતની કંકોત્રી છપાવી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના એક પરિવારે ખાદીના રૂમાલમા યજ્ઞોપવિતની કંકોત્રી છપાવી નવતર પ્રયોગ હાથ ધર્યો - Divya Bhaskar
પોરબંદરના એક પરિવારે ખાદીના રૂમાલમા યજ્ઞોપવિતની કંકોત્રી છપાવી નવતર પ્રયોગ હાથ ધર્યો
  • ખાદી અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી નવતર પ્રયોગ
  • કંકોત્રી વોશેબલ બનાવી જેથી રૂમાલ ઉપયોગમાં લઈ શકાય

પોરબંદરમાં ખાદીગ્રામઉદ્યોગ સાથે સંકળાયેલ એક પરિવારે ખાદી અંગે જાગૃતિ આવે તે માટે પોતાના પુત્રના યજ્ઞોપવિત પ્રસંગે ખાદીના રૂમાલમાં વોશેબલ કંકોત્રી પ્રિન્ટ કરાવી નવતર પ્રયોગ કર્યો છે. પોરબંદરના ખાદીગ્રામ ઉદ્યોગ ભવન ખાતે જોડાયેલા રમેશભાઈ અને તેના પુત્ર જીતેશભાઈ વિઠલાણીએ તેના પુત્ર કિશનના યજ્ઞોપવિત પ્રસંગ નિમિતે ખાદીના રૂમાલમાં કંકોત્રી પ્રિન્ટ કરાવી છે.

300 જેટલા ખાદીના રૂમાલમાં વોશેબલ કંકોત્રી પ્રિન્ટ કરાવી છે. આ પરિવાર પોતાના કુટુંબમાં તથા મિત્ર વર્તુળમાં આ ખાદીના રૂમાલવાળી કંકોત્રી વિતરણ કરી રહયા છે. આ નવતર પ્રયોગને લોકો બિરદાવી રહયા છે. જીતેશભાઈએ જણાવ્યું હતુંકે, તા. 20ના રોજ પ્રસંગ છે અને અમારા પરિવારજનો ખાદીના વસ્ત્રો પહેરીએ છીએ.

આ યજ્ઞોપવિત પ્રસંગમાં પણ પરિવારજનો ખાદીના ડિઝાઇનર કપડા પહેરશું. ખાદીના વસ્ત્રો અંગે લોકોમાં જાગૃતિ આવે અને લોકો ખાદી તરફ વળે તેમજ ખાદીના ઉદ્યોગને રોજગારી મળે તે હેતુથી ખાદીના રૂમાલમાં કંકોત્રી પ્રિન્ટ કરી છે. આ કંકોત્રી વોશેબલ હોવાથી રૂમાલ ઉપીયોગમાં લઈ શકાશે. અને પર્યાવરણની જાળવણી થશે, જેથી આ કંકોત્રી યાદગાર બની રહેશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...