લોકોની સુવિધામાં વધારો થશે:પોરબંદરમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો, 8.76 કરોડના 284 કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયા

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્રારા સમગ્ર રાજ્યમા યોજાઇ રહેલા વિશ્વાસથી વિકાસ યાત્રાના આજે પ્રથમ દિવસે પોરબંદરના બિરલા હોલ ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમા 8.76 કરોડના 284 કામોનુ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયા હતા. જેમા પાણીના અવેડાનુ કામ, કોમ્યુનિટી હોલ, રસ્તાના કામો, પાણીની લાઇનના કામો, ગટરના કામો, સ્ટ્રીટ લાઇટપુલીયાના કામો શૌચાલયના કામો સહિતના કામોનુ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું હતું.

આ તકે પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કહ્યું હતું કે, રાજ્યમા વસતા એક એક નાગરિકોએ અમારી સરકાર પર વરસોથી જે વિશ્વાસ મુક્યો છે, તેના કારણે જ આ વિકાસની ગતિને અમે બળ પુરુ પાડી શક્યા છીએ. જેના કારણે આજે ગુજરાત વિકાસનુ પર્યાય બનીને અન્ય રાજ્યો માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યુ છે. નાગરિકોની પાયાની જરૂરીયાતો પુરી કરવાની સાથે અન્ય ક્ષેત્રે પણ યોજનાઓ કાર્યરત કરીને છેવાડાના માનવીને યોજનાઓનો લાભ આપ્યો છે. તથા સાથે સાથે વિકાસના કામો પણ ક્યારેય અટકવા દીધા નથી. આજે રૂ.8.76 કરોડના 284 કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતી વખતે ગૌરવ અનુભવુ છું તેમ જણાવ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટર અશોક શર્માએ કહ્યું હતું કે, સરકાર દ્રારા વિકાસના જુદા જુદા કામોનુ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરીને નાગરિકોને સરકાર દ્રારા જે સુવિધા આપવામાં આવે છે. તેની જાળવણી કરી તેને નુકશાન ન કરવું એ નાગરિકોની ફરજ છે. રૂ.3.58 કરોડના કુલ 108 વિકાસના કામોનું લોકાર્પણ તથા રૂ.5.18 કરોડના 176 એમ કુલ 8.76 કરોડના 284 વિકાસ કામો પોરબંદર નગરપાલિકા વિસ્તાર તથા પોરબંદર તાલુકા વિસ્તારમાં લોકોની સુખાકારી માટે ઉપયોગી બનશે.

અન્ય સમાચારો પણ છે...