આયોજન:પોરબંદરમાં પ્રથમ વખત વિરાટ સોમયજ્ઞ યોજાશે

પોરબંદર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1008 બહેનો દ્વારા સોમકળશ સાથે શોભાયાત્રા નીકળશે, યમુનાજી ચૂંદડી મનોરથ, નંદઉત્સવ સહિતના મનોરથનું આયોજન

પોરબંદરમાં આગામી તા. 29/12 થી 3/01 સુધી વિરાટ સોમયજ્ઞ મહોત્સવનું આયોજન થશે. પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત સોમયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. આગલા દિવસે 28/12ના રોજ બપોરે 3:30 કલાકે રિવરફ્રન્ટથી શોભાયાત્રા નીકળશે. જેમાં 1008 બહેનો માથે સોમ કળશ ધારણ કરી ચોપાટી ખાતે પહોંચશે. ચોપાટી ખાતે તા. 29/12ના સોમયજ્ઞ પ્રારંભ થશે જેમાં સવારે 2 અને શાંજે 2 સેશન થશે. દોઢ દોઢ કલાકના સેશનમાં 240 દંપતી ભાગ લઈ શકશે. મનોરથીના યજ્ઞ કુંડની અલગ વ્યવસ્થા થશે.

આ આયોજન માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. પોરબંદર ખાતે પ.પૂ.ગો. ગોકુલોત્સવજી મહારાજ અને પ.પૂ.ગો. વ્રજોત્સવજી મહોદયની પધરામણી થઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ સોમયજ્ઞમાં 4 વેદોમાં મંત્રોનો ઉચ્ચારણ થશે. વાંસનો મંડપ બનશે. યજ્ઞ દરમ્યાન નંદમહોત્સવ, યમુનાજીને ચૂંદડી મનોરથ, ધ્વજારોહણ, પ્રસાદ સહિતના મનોરથ યોજાશે. 17 દેવમય પંડિત દ્વારા મંત્રો બોલવામાં આવશે. દરરોજ ચોખા અભિમંત્રિત વરસાદ થી આશીર્વાદ આપવામાં આવશે.

દક્ષિણ દિશા અશુરોની દીશા હોય જેથી તે દિશામાં તીર છોડવામાં આવશે. મહોદયે જણાવ્યું હતું કે, આ યજ્ઞ થી વંશવૃધ્ધિ, મનોકામના પૂર્તિ સહિત અનેક ફાયદા છે. આ યજ્ઞની 1 આહુતિ 10હજાર આહુતિ બરાબર હોય છે અને 1 પરિક્રમા 1008 પરિક્રમા બરાબર હોય છે. રાત્રી પરિક્રમા પણ ચાલુ રહેશે. જેથી આ યજ્ઞમાં લોકોને લાભ લેવા જણાવ્યું છે.

550 વર્ષ જૂના સોમલતાના વૃક્ષના ચૂર્ણની આહુતિ અપાશે
મહોદયે જણાવ્યું હતું કે યજ્ઞમાં વલ્લભાચાર્યજીના વખતથી આવેલ 550 વર્ષ જુના સોમલતાના વૃક્ષના પાનના ચૂર્ણની આહુતિ આપવામાં આવશે. વેદોના મંત્રો દ્વારા અગ્નિ મંથન કરી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે. જે અગ્નિની જ્યોત 20 ફૂટ ઊંચે જાય છે.

અત્યાર સુધીમાં 135 સોમયજ્ઞ થયા છે
ભારતભરમાં તથા અમેરિકા, લંડન સહિત કુલ 135 જેટલા સોમયજ્ઞ કરવામાં આવ્યા છે. પોરબંદરમાં 136મો સોમયજ્ઞ થશે. આ યજ્ઞનું મહાત્મય એવું છે કે, સમગ્ર વિસ્તારની 30 કિમિ ત્રિજ્યામા પવિત્રતાની અનુભૂતિ થશે.

અન્ય સમાચારો પણ છે...