તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી દરિયામાં ઠાલવવાનો ઉગ્ર વિરોધ

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જળ સૃષ્ટિ નાશ પામશે, ખારવા સમાજ સહિત ત્રણ સંસ્થાએ ઉચ્ચકક્ષાએ કરી રજૂઆત

પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ એ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી જણાવ્યું હતું કે, જેતપુર ના કાપડ ઉદ્યોગો નુ પાણી દરિયામા ઠાલવવા માટે તજવીજ હાથ ઘરાઈ છે ત્યારે જેતપુરના ઉદ્યોગનું આશરે 1000 જેટલા સાડીઓના કારખાનાઓનું રોજનું કરોડો લીટર પ્રદૂષિત પાણી પોરબંદર નજીકના દરિયામાં ઠાલવવામા આવશે તો માછીમાર સમાજ દ્વારા તેમનો સખત વિરોધ કરવામા આવશે.

જો આ આયોજન સાકાર થશે તો એક મોટી નદી જેટલું અશુદ્ધ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સતત દરિયામાં ઠલવાતું રહેશે જેથી દરિયાની જીવસૃષ્ટિનો નાશ થશે, ભારતના કાનુન પ્રમાણે પણ પ્રદુષિત પાણી દરિયામાં છોડી શકાતું નથી. જ્યારે પોરબંદરની પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ચેરમેન નૂતનબેન ગોકાણીએ કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ નો સખત વિરોધ કરું છું. પોરબંદર નો દરિયાકિનારો અત્યંત અમૂલ્ય ધરોહર ધરાવે છે. વિશ્વ પ્રસિદ્ધ માછલીઓ, પરવાળા ઓ તથા અહીંયા ના કિનારાઓ અદભુત સૌંદર્ય ધરાવે છે. આ કેમિકલ થી આ તમામ જીવ સૃષ્ટિ નો નાશ થઈ જશે.

આ પાણી પોરબંદર ના તળ ની અંદર આવી જશે તો પોરબંદર ના નાગરિકો ની સ્વાસ્થ્ય ની સુરક્ષા માટે મોટો ખતરો બની જશે. આ ઉપરાંત ખારવા ચિંતન સમિતિ દ્વારા પણ વિરોધ વ્યક્ત કરી જણાવ્યું હતું કે એક તરફ મુખ્ય મંત્રી પર્યાવરણ બચાવવાની વાત કરે છે અને બીજી તરફ જેતપુર માંથી ઉદ્યોગોનું કેમિકલ વાળું પાણી દરિયામાં છોડવાનો પ્રોજેકટ હાથ ધરે છે. એક તરફ જિલ્લાના માછીમારો મંદીમા ગરકાવ છે. જો જેતપૂરથી પાઇપલાઇન મારફત પ્રદુષિત પાણી છોડવામાં આવશે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશું તેવું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...