તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહી ઝુંબેશ:જેતપુરના ઉદ્યોગોનો કદડો પોરબંદરના દરિયામાં ઠાલવવા સામે ઉગ્ર વિરોધ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવ પોરબંદર સી કમિટી દ્વારા સહી ઝુંબેશ શરૂ કરાઇ, સમસ્ત ખારવા સમાજના વાણોટે પ્રથમ સહી કરી સહી અભિયાનનો પ્રારંભ કરાયો

જેતપુરના ઉદ્યોગોનો કદળો પોરબંદરના દરિયામાં ઠાલવવા સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારેસેવ પોરબંદર સી કમિટી દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સમસ્ત ખારવા સમાજના વાણોટે પ્રથમ સહી કરી સહી અભિયાન નો પ્રારંભ કરાવ્યો છે.

જેતપુરના સાડી ઉદ્યોગોનો કેમીકલયુકત કદળો પોરબંદર નજીકના દરિયામાં ઠાલવવાનો પ્રોજેકટ તૈયાર થતા આ પ્રોજેકટ રદ કરવા ઠેર-ઠેરથી વિરોધ થઈ રહ્યો છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ પ્રોજેકટને રદ કરવા માટે ઉચ્ચકક્ષાાએ આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે. જો જેતપુરનું પ્રદુષિત પાણી દરિયામાં ઠાલવવામાં આવશે તો દરિયાઈ સૃષ્ટિ નાશ પામશે તેમજ મત્સ્યોદ્યોગ તેમજ તેની સાથે સંકળાયેલ અનેક ધંધા-રોજગારને આર્થિક ફટકો પડશે જેથી આ પ્રોજેકટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવે તે માટે સેવ પોરબંદર સી કમીટી દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સેવ પોરબંદર સી કમીટીની ટીમ દ્વારા સહી ઝુંબેશમાં ગઈકાલે રવિવારે સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળે પ્રથમ સહી કરી હતી અને ત્યારબાદ પંચ પટેલ અને ખારવાસમાજના આગેવાનોએ સહીઓ કરી વિરોધ નોંધાવ્યો હતો.

બાદ આ કમીટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચીને નાગરીકોને પત્રીકા વિતરણ કરી સહી અભિયાન ચલાવ્યું હતું. અને શાંજે ચોપાટી ખાતે નાગરિકોને પત્રિકા વિતરણ કરી સહીઓ લેવામાં આવી હતી. સેવ પોરબંદર સી કમીટી દ્વારા આ સહી અભિયાન આગામી એક માસ સુધી ચલાવવામાં આવશે અને લોકોને પોરબંદરનો સમુદ્ર બચાવવા માટે જાગૃત કરવામાં આવશે તેવું ડો. નૂતનબેન ગોકાણીએ જણાવ્યું હતું. આ સહી ઝુંબેશમાં કમિટીના રાજેશ લાખાણી, આરીફ રાઠોડ, ચંદ્રેશ કિશોર, નિશાંત બઢ, નેહલ કારાવદરા, નિધિ શાહ સહિતનાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...