તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ચાઈનીઝ કેબીન ધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવતા સ્થળાંતરનો ઉગ્ર વિરોધ

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં વિવિધ સમાજ દ્વારા આવેદન અપાયા
  • બહોળી સંખ્યામાં ધારકો જોડાયા સુત્રોચાર કર્યા

પોરબંદરના ચોપાટી નજીક ચાઈનીઝ નોનવેજ ખાણીપીણીના કેબીન ધારકોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે ત્યારે આ સ્થળે કેબીન સ્થળાંતર કરવામાં ન આવે તેવા વિરોધ સાથે વિવિધ સમાજના આગેવાનોએ આવેદન પત્રો પાઠવ્યા છે.

પોરબંદરમાં ચાઈનીઝ નોનવેજના કેબીન ધારકોને સ્થળાંતર મુદ્દે મામલો ગરમાયો છે. પાલિકા દ્વારા ચોપાટી નજીક આવેલ ચાઈનીઝ બજારને હટાવવાની તજવીજ સાથે અન્ય વૈકલ્પિક જગ્યા ફાળવી છે. જેમાં આ બજાર બંદર રોડ પર જૂની દીવાદાંડી નજીક જગ્યા ફાળવી છે અને આ કેબીન ધારકોને ત્યાં ખસેડવા દબાણ હટાવ કામગીરી કરવામાં આવશે તેવી માહિતી મળતા આ વિસ્તારમાં રહેતા વ્હોરા સમાજ, ભોંય સમાજ, સલાટ સમાજ, સિપાહી સમાજ સહિતના સ્થાનિક આગેવાનોએ વિરોધ વ્યક્ત કરી વહીવટદારને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી કે આ ચાઈનીઝ નોનવેજ બજાર આ સ્થળે સ્થળાંતર થશે તો ન્યૂશન્સ ફેલાશે. આ માર્ગ રહેણાંક વિસ્તારમાં છે.

અસમાવતી ઘાટ આવેલ છે અને પરસોતમ માસ શરૂ થયો છે જેથી ધાર્મિક લાગણીને ધ્યાને લઈને આ બજારને અન્ય વૈકલ્પિક જગ્યા ફાળવી ત્યાં સ્થળાંતર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. સાથોસાથ ચાઈનીઝ કેબીન ધારકો અને મહિલાઓ પણ જોડાયા હતા ધારકોએ પણ ઉગ્ર રજુઆત કરી હતી કે આ વૈકલ્પિક સ્થળે વિરોધ થઈ રહ્યો છે. જેથી અન્ય વૈકલ્પિક જગ્યા પસંદ કરો અને જગ્યા પસંદગી વખતે કેબીન ધારકોને સાથે રાખી નિર્ણય લેવો તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યો છે. આ તકે બહોળી સંખ્યામાં ધારકોએ પાલિકા કચેરી બહાર સુત્રોચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...