લોકડાઉનનો સદુપયોગ:કોરોના વોરિર્યસનો આભાર વ્યક્ત કરવા પોરબંદરની વિનિષાએ પેઇન્ટીંગ બનાવ્યા, 4 વર્ષની ઉંમરથી ચિત્રમાં રસ ધરાવતી યુવતિએ ચિત્ર બનાવ્યા 

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના મહામારી સામે યોદ્ધા બનીને  COVID-19ના સંક્રમણને લોકોમાં ફેલાતો અટકાવવા માટે દિવસ રાત કામ કરતા વહિવટી કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, સફાઇ કામદારો સહિતના કોરોના યોધ્ધાની અસરકારક કામગીરીને પોરબંદરના આર્ટીસ્ટ વિનીષાબેન રૂપારેલે વિવિધ ચિત્રો દ્વારા કર્મચારીઓની કામગીરીને બિરદાવી કોરોનાને હંફાવતા ચિત્રો બનાવી લોકડાઉનનો સદઉપયોગ કર્યો છે.

કોરોનાને પરાસ્ત કરવા દિવસ રાત જોયા વગર કામ કરતા સરકારી કર્મચારીઓ, સેવાભાવી લોકો, ડોકટર્સ, નર્સ, સફાઇ કામદારો કોરોના મહામારીને હરાવવા પરિવારથી દૂર રહીને પણ કામ કરી રહ્યા છે. આ યોધ્ધાઓનો આભાર વ્યક્ત કરવા વિનિષાબેન રૂપારેલએ ચિત્રો બનાવ્યા છે. તેમણે કહ્યુ કે, હું ચાર વર્ષની હતી ત્યારથી ચિત્રોમા રસ ધરાવુ છુ. સમયાંતરે જુદા જુદા વિષયો પર ચિત્રો તૈયાર કરુ છુ, વર્ષ 2014 તથા 2016મા નેશનલ લેવલપર આર્ટીસ્ટ ઓફ ધ યર તરીકે મારી નિમણૂક કરાઇ હતી. અત્યારે કોરોના સામે લડતા સાચા હિરોની કામગીરીને બિરદાવવા  જુદા જુદા ચિત્રો તૈયાર કર્યા છે. લોકોએ પણ લોકડાઉનનું પાલન કરી ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરવું જોઇએ,સામાજિક અંતર રાખવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...