તંત્ર દ્વારા દરોડા:બળેજ ગામે ખાણમાંથી વિજચોરી ઝડપાઇ

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીજીવીસીએલ તંત્ર દ્વારા દરોડા : માધવપુર સબ ડીવીઝન પોરબંદર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
  • ​​​​​​​ખાનગી ટ્રાન્સફોર્મર પીજીવીસીએલ નેટવર્કમાં જોડી ગેરકાયદેસર વીજચોરી કરતા રંગેહાથ ઝડપાયો, રૂ. 40 લાખનું બિલ ફટકારાશે

બળેજ ગામે પથ્થરની ખાણમા પાવરચોરી થતી હોવાની બાતમીના આધારે પીજીવીસીએલ તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમા એક શખ્સ દ્વારા ખાનગી ટ્રાન્સફોર્મર પીજીવીસીએલ નેટવર્કમાં જોડી ગેરકાયદેસર વીજચોરી કરતા રંગેહાથ ઝડપાયો હતો જેથી શખ્સને રૂ. 40 લાખનું બિલ ફટકારવામાં આવશે.

ઉચ્ચકક્ષાએ જાગૃત નાગરિકે કંટ્રોલરૂમમાં વીજચોરી અંગે જાણ કરવામાં આવતા પોરબંદર પીજીવીસીએલના અધિકારીઓએ શનિવારે બળેજ ગામમાં રેકી કરી, રવિવારે રજાના દિવસમાં પીજીવીસીએલ તંત્રની ટીમ દ્વારા માધવપુર સબ ડીવીઝન પોરબંદર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરી હતી

જેમાં બળેજ ગામે મસરી રાજા પરમાર નામના શખ્સે પથ્થરની ખાણમાં પોતાનું પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર પીજીવીસીએલ નેટવર્કમાં સીધું જોડીને ખનન પ્રવૃત્તિ માટે 25.425 કિલોવોટ લોડ ગેરકાયદેસર રીતે જોડીને વીજચોરી કરતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આ પાવર ચોરી બદલ આ શખ્સને અંદાજીત રૂ. 40 લાખનું પાવરચોરીનું બિલ ફટકારવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. આ દરોડામાં પોલીસ પણ જોડાઈ હતી.

પીજીવીસીએલ તંત્રએ દરોડા દરમ્યાન ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ટીમ પહોંચી હતી અને બળેજ ગામેથી ગેરકાયદેસર ખાણ માંથી બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનિજનું ખોદકામ સામે આવતા 3 ચકરડી મશીન કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...