પોરબંદર જેલમાં લાલિયાવાડી:કેદીવોર્ડમાં કેદીઓને સુવિધા મળતી હોવાનો વિડિયો વાયરલ; કેદીવોર્ડમાં મોબાઈલ હોવાનું દર્શાવ્યું

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની મિલીભગતથી કેદીઓને રાજાશાહી હોવાનું વિડીયોમાં જણાવ્યું,

પોરબંદરની સિવિલ હોસ્પિટલના કેદીવોર્ડમાં કેદીઓને સુવિધા મળતી હોવાનો વિડિઓ વાયરલ થયો છે. પોલીસની મિલીભાગતથી કેદીઓને રાજાશાહી હોવાનું વિડીઓમાં જણાવ્યું છે. કેદીવોર્ડમાં મોબાઈલ હોવાના દ્રશ્યો બતાવાયા છે.

પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે કેદી વોર્ડમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોય છે ત્યારે કેદી વોર્ડમાં જ એક કેદીએ મોબાઈલ વડે શૂટિંગ કરી કેદીવોર્ડનો ચિતાર દર્શાવતો વિડિઓ વાયરલ થતા ચકચાર જાગી છે. મોબાઈલ વડે વિડિઓ શૂટિંગ કરનાર કેદી જામનગરનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આ વાયરલ વિડીઓએ કેદીવોર્ડની પોલ ચતી કરી નાખી છે. કેદીવોર્ડમાં દિવાળી બાદ નો આ વિડિઓમા એવું પણ બોલે છે કે, અહીં કેદીઓને બધી જ છૂટ છે. જુઓ આ મોબાઈલ સવલતો મળે છે, પોલીસની મિલીભગત છે. પોલીસ રૂપિયા લઈને બધું કરવા દયે છે.

દિવાળી વખતે 4 તારીખે માદક પદાર્થનો નશો કરીને કેદીઓ વચ્ચે ડખ્ખો થયો હતો અને મૂઢમાર મારેલ હોવાછતાં પોલીસે MLC કરેલ ન હતી. ચૂંટણી આવે છે, કેદીઓને પોલીસ દ્વારા રાજાશાહી છે તેવું બોલતા બોલતા વિડિઓ શૂટિંગ કર્યું હતું અને કેદીએ આ વિડિઓ વાયરલ કર્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને રસ નથી તેવું પણ જણાવે છે. મહત્વની વાત એ છેકે હોસ્પિટલના કેદીવોર્ડનો આ વિડિઓ જે વ્યક્તિએ બનાવ્યો છે તેણે મોબાઈલ વડે વિડિઓ બનાવ્યો છે અને કેદીઓને તમામ સવલત મળે છે તેવું બતાવે છે, અને સબંધીઓ કેદીને મળતા હોય છે ત્યારે આ વિડિઓ વાયરલ થતા શહેરમાં ચકચાર જાગી છે.

ડીવાયએસપીને તપાસ સોંપાશે : એસપી
કેદીવોર્ડમાં મોબાઈલ અને સબંધીઓ કેદીને મળે તે ન હોવું જોઈએ. આ વિડિઓ અંગેની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવશે. તપાસ થશે. મોબાઈલ વોર્ડમાં આવી ગયા જેથી ગુન્હા પણ નોંધાશે. સ્ટેટમેન્ટ લેશું. આરોપીએ પણ ફોન વાપર્યો છે એટલે ફોન ક્યાંથી લાવ્યો, કોણે આપ્યો તેની પૂરતી તપાસ થશે. > ડો. રવિ મોહન સૈની, એસપી, પોરબંદર

કેદીવોર્ડમાં તુરંત પોલીસ દોડાવી
સિવિલ હોસ્પિટલના કેદીવોર્ડનો વિડિઓ વાયરલની જાણ થતા એસપીએ તુરંત પોલીસ અધિકારીઓને હોસ્પિટલના કેદીવોર્ડમાં મોકલ્યા હતા અને વોર્ડનું સધન ચેકીંગ હાથ ધર્યું હતું.​​​​​​

અન્ય સમાચારો પણ છે...