ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ પોરબંદર જિલ્લાના પ્રવાસે આવી રહ્યાં છે. ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ આગામી 6 ઓગસ્ટ 2022 ના રોજ પોરબંદર આવી રહ્યાં છે. ઉપરાષ્ટ્રપતિના પ્રવાસને લઈને પોરબંદર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ સવારે 11 વાગ્યા આસપાસ પોરબંદર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કિર્તિ મંદિર આવી પહોંચશે. જ્યાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળની મુલાકાત લઈને બાપુને પુષ્પાંજલી અર્પણ કરશે.
ઉપરાષ્ટ્રપતિના કાર્યક્રમના આયોજનને લઈને હાલ તો પોલીસ સહિત જિલ્લા વહિવટીતંત્ર દ્રારા સુરક્ષા વ્યવસ્થા સહિત તમામ તૈયારીઓ કરવામા આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ દ્રારકાથી પોરબંદર આવી રહ્યાં છે અને પોરબંદર કિર્તિ મંદિર ખાતે દર્શન કરી તેઓ સોમનાથ જવા રવાના થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.