શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો:1 પખવાડિયામાં શાકભાજીના ભાવ બમણા થયા

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસો પહેલા ભારે વરસાદ પડતા સ્થાનિક શાકભાજીની આવક પણ ઘટી : સ્થાનિક શાકભાજીની આવકમાં વધારો થયા બાદ ભાવ ઘટશે

પોરબંદરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, છેલ્લા એક પખવાડિયામાં શાકભાજીના ભાવ બમણા થયા છે, અને થોડા દિવસો પહેલા ભારે વરસાદ પડતા સ્થાનિક શાકભાજીની આવક પણ ઘટી છે.

પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસ પહેલા સતત મેઘરાજા વરસ્યો હતો. મેઘરાજાએ સર્વત્ર મેઘ મહેર કરી હતી. જોકે થોડા દિવસ પહેલા પડેલ ભારે વરસાદીની અસર હાલ શાકભાજીની આવક પર થઈ રહી છે. થોડા દિવસ પહેલા ભારે વરસાદ સતત વરસ્યો હતો, જેના કારણે હાલ સ્થાનિક આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અને એક પખવાડિયાની વાત કરીએ તો શાકભાજીના ભાવ બમણા થયા છે. શાકભાજીના ભાવ વધ્યા હોવાના કારણે ગૃહિણીઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.

હાલ શાક માર્કેટમાં સ્થાનિક શાકભાજી આવતું ન હોય જેના કારણે ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન સારો વરસાદ પડી ગયો છે, અને એકાદ પખવાડિયાથી શાકભાજીના ભાવમાં એકાએક વધારો થતા ગૃહિણીઓ પણ મૂંઝવણમાં મુકાઈ રહી છે. વરસાદના કારણે હાલ સ્થાનિક શાકભાજીની આવક નહીવત થઈ ગઈ છે, જેથી પોરબંદર જિલ્લાના શાક માર્કેટમાં હાલ અમદાવાદ, રાજકોટ, ગોંડલ વગેરે શહેરોમાંથી શાકભાજીની આવક થઈ રહી છે.

અને અન્ય શહેરોમાંથી શાકભાજીની આવક થતા ડીઝલ સહિતના ભાવમાં વધારો થતા વાહનભાડામાં પણ નોંધપાત્ર વધારો થયો હોય જેની અસર શાકભાજીના ભાવ પર થઈ રહી છે. પરિવહન સહિતના ખર્ચામાં વધારો થતા શાકભાજીના ભાવ વધ્યા છે. શહેરની શાકમાર્કેટ બજારમાં શાકભાજીનું વેચાણ કરતા સ્થાનિક વેપારી ઉદય ચુડાસમાના જણાવ્યા મુજબ ચોમાસામાં વરસાદના કારણે સ્થાનિક આવક ઘટી હોવાથી અન્ય શહેરોમાંથી શાકભાજીની આવક થતા એકાએક ભાવમાં વધારો થયો છે, અને સ્થાનિક શાકભાજીની આવકમાં વધારો થયા બાદ ભાવ ઘટશે તેવું જણાવ્યું હતું.

બજારમાં મોટાભાગના શાકભાજીનાે ભાવ 100 થી લઈ 200 રૂપિયા સુધી કિલાેનો થયો
બજારમાં મોટાભાગના શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના એક કિલોના ભાવમાં તોતિંગ વધારો થયો છે. 100 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધી મોટાભાગના શાકભાજીના ભાવ એક કિલોના થયા છે. જેમાં કારેલા, ગુવાર, ચોરી, ભીંડા, તુરીયા, મરચાં, કંટોલા સહિતના ભાવ આસમાને પહોંચ્યા છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...