તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વસંતપંચમીની સાદાઈ પૂર્વક ઉજવણી કરાઇ

પોરબંદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને પગલે એક જ દિવસના ધાર્મિક કાર્યોનું આયોજન કર્યું, પ્રતિમા સ્થાપના
 • વિસર્જન સહિતના કાર્યો મોકૂફ રાખ્યા

પોરબંદરમાં બંગાળી પરિવાર દ્વારા આ વખતે કોરોનાને પગલે વસંતપંચમીને દિવસે સાદાઈથી ધાર્મિક કાર્યની ઉજવણી કરી છે.બંગાળી પરિવારોમા વસંતપંચમીનું ખાસ મહત્વ રહ્યું છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજન સાથે ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. પોરબંદરમાં બંગાળી પરિવાર દ્વારા 1965થી દરવર્ષે વસંતપંચમીના દિવસે ભક્તિપૂર્ણ માતા સરસ્વતીના પૂજન સહિત 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને માતા સરસ્વતીની મૂર્તિ બનાવી સ્થાપના સહિતના ધાર્મિક આયોજન ઉપરાંત બીજે દિવસે વિસર્જન સહિત આયોજન કરવામાં આવતું હતું.

પરંતુ આ વખતે કોરોના ની મહામારીનો પગલે વસંતપંચમીના દિવસે બંગાળી પરિવાર દ્વારા સાદગી પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. બે દિવસને બદલે એક દિવસ કાર્યક્રમ યોજાયા હતા. આ વખતે પ્રતિમા ની સ્થાપના અને વિસર્જન મોકૂફ રાખવામાં આવ્યું હતું. માતા સરસ્વતીનો ફોટો રાખીને ધાર્મિક કાર્ય યોજાયું હતું. તેમજ સામાજિક અંતર જાળવી બંગાળી પરિવારની ઉપસ્થિતિમાં કોરોનાની ગાઈડલાઈન ની અમલવારી સાથે ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા હતા.

વસંતપંચમીના દિને નાના બાળકોએ પાટી પર અક્ષર લખી શુભ શરૂઆત કરી
વસંતપંચમીના દિવસે વિદ્યા ના દેવી માતા સરસ્વતીના આશીર્વાદ રહે અને બાળકોને સદબુદ્ધિ આપે તેવા શુભ હેતુથી બંગાળી પરિવારના નાના બાળકોએ પાટી પર ૐ સહિતના અક્ષરો લખી ફૂલ ચઢાવી અભ્યાસ માટેની શુભ શરૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો