પોરબંદર-અડવાણા-ખંભાળીયા હાઇવે પર સર્જરી વધતું નદીના પુલ નો રૂપિયા 5.61 કરોડ ના ખર્ચે નવિનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. વર્તુ નદીનો પુલ 12 મીટર પહોળો, 13 મીટર ઊંચાઈ અને 129 મીટર લંબાઇ ધરાવતા આ પુલનું પોરબંદરના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં વરસાદી પાણીના નિકાલ માટે કુણવદર, સોઢાણા, ફટાણા ગામ ખાતે કેનાલના કામનું ખાત મુહૂર્ત ખેડૂતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ અને સિનિયર આગેવાન વિરમભાઈ કારાવદરા, તાલુકા સંગઠનના પ્રમુખ નિર્મલજી ઓડેદરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.