તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા અંગે ચર્ચા:સૌરાષ્ટ્ર કચ્છ ડ્રાઇફિશ મર્ચન્ટ એસોસિએશનની બેઠકમાં વિવિધ સમસ્યા અંગે ચર્ચા કરાઇ

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડ્રાઇફિશ વેપારીઓને સરકાર દ્વારા વિવિધ યોજનાનો લાભ અને સુવિધા મળે તેવી માંગ કરી

પોરબંદરમાં સૌરાષ્ટ્ર કચ્છ ડ્રાઇ ફિશ મર્ચન્ટ એસોસિએશનની બેઠક યોજાઇ હતી જેમાં વેપારીઓને પડતી વિવિધ સમસ્યા અંગે ચર્ચાઓ કરી હતી અને ડ્રાઇફિશ વેપારીઓને સરકાર દ્વારા વિવિધ યોજનાનો લાભ અને સુવિધા મળે તેવી માંગ કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ ડ્રાઈફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા દરવર્ષે અલગ અલગ જિલ્લાઓમા બેઠક યોજવામાં આવે છે ત્યારે આ વખતે પોરબંદર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં અલગ અલગ જિલ્લાઓ માંથી ડ્રાઈ ફિશના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં આસામ જાગી રોડ માં અનેક વેપારીઓના આગલી સીઝનના લાખો રૂપિયા બાકી છે જે પેમેન્ટ ચુકવવામાં આવ્યું નથી. જેથી ચોક્કસ તારીખ નક્કી કરી સંગઠિત થઈને ત્યાં જવું જોઈએ સહિતની વેપારીઓની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસતો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં દરિયા કિનારે સૂકી માછલીઓના વેપાર થાય છે.

દેશમાં ઘણા રાજ્યોમાં ડ્રાઈ ફિશ ખવાય છે. ત્યારે આસામ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, બંગાળ તેમજ ભૂતાનમાં વેપાર થાય છે. ખાસ કરીને મોટો વેપાર સૌરાષ્ટ્રમાં છે પરંતુ જે જગ્યાએ ડ્રાઈ ફિશની સુકવણી કરવામાં આવે છે ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી. લાખો માણસો રોજીરોટી સાથે સંકળાયેલા છે ત્યારે મહત્વના બંદરો પર સરકારના પોર્ટ અને ફિશરીઝ વિભાગ દ્વારા લાઈટ ની વ્યવસ્થા કરવી જરૂરી છે. જે જગ્યાએ ડ્રાઈ ફિશની સુકવણી ચાલુ છે ત્યાં રસ્તાઓ કાચા છે જેથી ધૂળ ઉડે છે.

પોરબંદરમાં ડ્રાઈ ફિશના દંગા 100 માંથી માત્ર 25 રહ્યા
પોરબંદરના જાવર સહિતના વિસ્તારોમાં ભૂતકાળમાં ડ્રાઈ ફિશના 100 જેટલા દંગા ધમધમતા હતા. હાલ ઓછો વેપાર અને સુવિધાના અભાવે માત્ર 25 જેટલા ડ્રાઈ ફિશના દંગા રહ્યા છે તેવું પણ વેપારીઓએ જણાવ્યું હતું.

માંગ
ડ્રાઈ ફિશના મહત્વના બંદર પર અને ડ્રાઈ ફિશના વેપારીઓના દંગા મા પાણી, લાઈટ, પાકા રસ્તા તેમજ લાઈટના ટાવર સહિતની વ્યવસ્થા કરવી જોઈએ તેવું બેઠકમાં આવેલ વેપારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો