રમતગમત બાળકોમાં મિત્રતાની ભાવના વિકસાવે છે. સાથે જ તેમનામાં ટીમની ભાવનાનો વિકાસ કરે છે. તે બાળકોને માનસિક અને શારીરિક ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે. રમતગમત એ શાળાઓમાં શિક્ષણનો અભિન્ન ભાગ પણ છે. દર વર્ષે જીએમસી તેનો સ્પોર્ટ્સ ડે ઉજવે છે. આ ઇવેન્ટ બાળકોને સૌથી પ્રિય છે અને બાળકો ખૂબ જ ઉત્સુકતાથી આ ખેલોત્સવની રાહ જુએ છે. આ વર્ષનું સમાપન એક ભવ્ય ખેલોત્સવ સાથે થયું. જેમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓએ પોતપોતાની વર્ગવાર સ્પર્ધાઓ જેમ કે ઝિગ ઝેગ રેસ, હર્ડલ રેસ, મપાસ ધ બોલ, સેક રેસ, 50 મીટર અને 100 મીટર રેસ, સ્લો સાયકલિંગ, શોટપુટ થ્રો, ડિસ્કસ થ્રો, જેવેલીન થ્રો, ફાઈન્ડ ધ કોઈન રેસ, કાંગારૂ રેસ, રીલે રેસ વગેરે ગેમ્સમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે વોલી બોલ, કબડ્ડી અને ખોખોની ટીમ ગેમ્સ પણ યોજાઈ હતી.
વિદ્યાર્થીઓએ ખેલ ભાવનાથી રમવા માટે શપથ લીધા
આ ખેલોત્સવની શરૂઆત આચાર્ય ગરિમા જૈન દ્વારા જાહેર કરાયેલ ઉદ્ઘાટન ઘોષણા દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ હેડગર્લ હિમાની સોનેરી અને હેડબોય નમન જૈન દ્વારા મશાલ પ્રજવલિત કરીને કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ ઈવેન્ટ્સમાં ખેલ ભાવનાથી રમવા માટે શપથ લીધા હતા. ધોરણ 4 ના વિધાર્થી અભિષેક ચૌહાણ દ્વારા વિશેષ યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિજેતા પદ માટે પોતપોતાનાં હાઉસના સહભાગીઓને ઉત્સાહિત કર્યા હતા. ગર્લ્સ અને બોયઝ કેટેગરીમાં ત્રણેય હાઉસ વચ્ચે ટગ ઓફ વોર સાથે દિવસનો અંત આવ્યો હતો.
વાર્ષિક સ્પોર્ટ્સ ડેના ચેમ્પિયન હાઉસની જાહેરાત કરાઈ
ઇવેન્ટના તમામ વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. અને 22-23ના વાર્ષિક સ્પોર્ટ્સ ડેના ચેમ્પિયન હાઉસની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ આયોજન સફળતા પુર્વક કરવા બદલ ડિરેકટર પુણૈશ જૈન દ્વારા બધા ટિયીગં ટીમ અને બાળકોને વિશેષ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.