નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજન:પોરબંદરમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતી નિમિતે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડૉ.શ્યામપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિતે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ - Divya Bhaskar
ડૉ.શ્યામપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિતે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
  • વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી બિરદાવવામાં આવ્યા

ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિતે નહેરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા વિવિધ સ્પર્ધાઓ તથા યુવાનો ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન અને રાષ્ટ્ર પ્રત્યે પ્રદાનથી માહિતગાર થાય તે અનુસંધાને સેમીનાર યોજાયો હતો. ભારતના પ્રસિદ્ધ શિક્ષણ શાસ્ત્રી,ચિંતક અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ 1901 ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે થયો હતો.

તેમણે 21 ઓકટોબર 1951 ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી. ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ અને સપ્લાય મંત્રી હતા. આ તકે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સિમર હાઇસ્કુલ ખાતે એમના જીવન વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિમર હાઇસ્કૂલના આચાર્યશ્રી ધવલભાઈ ખુંટી તેમજ તમામ શિક્ષકોએ તથા નહેરુ યુવા કેન્દ્ર વતી ચિરાગ સોલંકી હાજર રહી વિજેતા સ્પર્ધકોને ઈનામ આપી બિરદાવ્યા હતા.

આ સાથે રાણાવાવ બ્લોક ખાતે રાણા કંડોરણા ખાતે સનરાઇઝ સ્કૂલ ખાતે વિધાર્થીઓ તેમજ યુવાનોને ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન અને સિદ્ધિઓ નહેરુ યુવા કેન્દ્રના કંદર્પ જોશી દ્વારા માહિતી આપી રાષ્ટ્રપ્રેમ અને સમર્પણ ભાવના કેળવવા અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...