તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખારવા જ્ઞાતિના વાણોટ રાજીનામું ધરી દેશે, લોકોને ગેરમાર્ગે ન દોરવા અપીલ

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિઘ્નસંતોષી લોકો સોશ્યલ મીડિયામાં બદનામી કરી રહ્યા છે; ખારવા જ્ઞાતિના વાણોટ
  • બે વર્ષ પહેલા ત્રણ વર્ષ માટે વાણોટ તરીકે નિમણૂંક કરાયેલ હતી, હજુ એક વર્ષ બાકી

કેટલાક વિઘ્નસંતોષી લોકો સોસીયલ મીડિયામાં ખારવા સમાજના વાણોટ ને બદનામી કરી રહ્યા છે. ખારવા સમાજના લોકોને ગેરમાર્ગે ન દોરાવાની અપીલ સાથે વણોટે આગામી દિવસોમાં રાજીનામુ આપી દઈશ તેવું જણાવ્યું છે. પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પ્રેમજીભાઈ વેલજીભાઈ ખુદાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા 35 વર્ષના સમયગાળા મા 18 થી 20 વર્ષ સુધી ખારવા જ્ઞાતિના વાણોટ તરીકે ની ફરજ બજાવીને સમાજ ના હિત માટે, સમાજ ના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ કાર્યો કર્યા છે.

અને સમાજ ની સંપત્તિ વધારવામાં મારા માન અપમાનને બાજુએ રાખેલ છે. વર્તમાન સમયમા ખારવા જ્ઞાતિ ના વાણોટ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવુ છુ, ત્યારે વિઘ્નસંતોષી, ભ્રષ્ટાચારી અને ગંદી રાજનિતીમાં માહિર અમુક લોકો આખા સમાજ ઉપર પોતાનુ પ્રભુત્વ જમાવવાના બદ ઈરાદાથી વિના કારણ મને અને ખારવા સમાજને સોશ્યલ મીડીયા દ્વારા બદનામ કરી રહ્યા છે. જેથી ખારવા સમાજના લોકો ને આવા લોકોથી સાવચેત રહેવા અને ગેરમાર્ગે ના દોરાય જવા અપીલ કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ઉપર ખોટા આક્ષેપ અને લાંછન લગાડવાથી મારી નિષ્ઠા ને ઠેસ પહોંચી છે.

બે વર્ષ પહેલા સમાજના જ પ્રતિનિધીઓ દ્વારા ત્રણ વર્ષ માટે વાણોટ તરીકે મારી નિમણુંક કરવામા આવેલ હતી જેમાનુ એક વર્ષ હજી બાકી છે. માટે હું વર્તમાન વાણોટ ખારવા સમાજ ની રીતી-નિતી અને પરંપરા ને અનુસરી ને જે રીતે ભીમ અગીયારસ પછી પંચ-પટેલ ટ્રસ્ટીઓની નિમણુંક થઈ જાય બાદ સમજી-વિચારી ને સ્વૈચ્છીક રાજીનામુ આપીશ તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...