સખીમેળાનું ઉદઘાટન:પોરબંદર ચોપાટી મેદાનમાં વંદે ગુજરાત પ્રદર્શન તથા સખી મેળાનું ઉદ્ઘાટન કરાયું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સખી મેળામાં પેચવર્ક, સાડી, કુર્તી, ભરત ગુંથણ, ખાણીપીણી સહિતના સ્ટોલ કાર્યરત છે

વંદે ગુજરાત 20 વર્ષનો સાથ, 20 વર્ષનો વિકાસ અંતર્ગત પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વંદે ગુજરાત પ્રદર્શન તથા સખીમેળાનું ઉદઘાટન કરાયું હતું. 13 જુલાઇ સુધી ચાલનારા આ પ્રદર્શન તથા સખી મેળામાં ગુજરાતની 20 વર્ષની વિકાસયાત્રા પ્રદર્શિત કરવામાં આવી છે. તથા સખી મંડળો અને કારીગરોના 50 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

સખીમેળામાં પેચવર્ક, જ્વેલરી, હેન્ડીક્રાફટ, કુર્તી, સાડી, કટલેરી, ડ્રેસ મટીરીયલસ, હોમ ડેકોર આઇટમ, ભરતગુથણની વસ્તુઓ, હસ્તકલા, અથાણા, ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત ખાણીપીણીની તથા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.

વંદે ગુજરાત પુસ્તિકા વિતરણ કરાઈ
આ મેળામાં આવતા મુલાકાતીઓને જિલ્લા માહિતી કચેરી પોરબંદર દ્વારા ગુજરાત પાક્ષિક તથા વંદે ગુજરાત પુસ્તિકા વિનામૂલ્યે વિતરણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...