આકર્ષણનું કેન્દ્ર:વંદે ગુજરાત વિકાસ યાત્રામાં વિદ્યાર્થીઓના કરબતો નિહાળી સૌ મંત્રમુગ્ધ બન્યા

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા પ્રસ્તુત કુડો-કરાટે બન્યા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

વંદે ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લાના અલગ અલગ ગામોમાં ઝુંડારા, વિસાવાડા, શ્રીનગર, સીમર, નાગકા, કડછ, દેવડા, હામદપરા વગેરે વિસ્તારમા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા અને કલેક્ટર અશોક શર્મા સહિતની ઉપસ્થિતિમાં ગ્રામ્યવિસ્તારના લોકોને કુડો મિક્સ માર્શલાઆર્ટ્સ અને તે અંતર્ગત આવતી વિશ્વ પ્રસિદ્ધ પાંચ અલગ અલગ માર્શલઆર્ટ્સ કરાટે,જુડો,જુજૂત્સુ,મુથાઈ,કીકબોક્સિંગનો ટૂંકો પરિચય કરાવ્યો હતો.

એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના મુખ્ય સંચાલક અને કુડો એસોશીએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયાના માર્ગદર્શનમાં કોચ મહેશભાઈ મોતીવરસ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓની ટીમ કૃપા જુન્ગી, સ્નેહા કોટિયા, જાનવી પાંખાનિયા, ગીત તોરણીયા, આનંદી વાઘેલા, પાર્થ મકવાણા, આકાશ બામણિયા,હેબિત મલેક, આત્મજા રાવલ, ધનિશ શેરાજી, શ્રુતિ મસાણી દ્વારા કુડો (કરાટે, જુડો, જુજૂત્સુ, મુથાઈ, કિકબોકિંગ), એક્રોબેટીક યોગા, દેશભક્તિના ગીતો રજૂ કરાયા હતા.

આ સાથેજ સંસ્કૃતિ પર્ફોર્મિંગ આર્ટ દ્વારા મિશ્રરાસની સુંદર પ્રસ્તુતિ હરેશભાઇ મઢવી, પૂનમબેન પોસ્તરીયા અને ટીમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જ્યારે પોરબંદર ધરોહર મણિયારો અને ઢાલ તલવાર મનમોહક રાસ લીલાભાઈ રાણાવાયા -ચામુંડા રાસ મંડળ દ્વારા પ્રસ્તુત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...