ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે ભારતના ચૂંટણીપંચ નવી દિલ્હી દ્રારા પોરબંદર જિલ્લાના 83-પોરબંદર અને 84-કુતિયાણા વિધાનસભા મતવિભાગ માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે વૈભવ શ્રીવાસ્તવની નિમણુંક કરવામાં આવેલ છે. જેમના દ્રારા આજ રોજ પોરબંદર જિલ્લાની મુલાકાતે આવેલ હતા.
ઉપરોકત મુલાકાત સંદર્ભે જનરલ ઓબ્ઝર્વર દ્રારા (1) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદર (2) જિલ્લા વિકાસ અધિકારી પોરબંદર (3) જિલ્લા પોલીસ અધિક્ષક પોરબંદર તેમજ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના અનુસંધાને જિલ્લાની પૂર્વ તૈયારી અને આયોજન બાબતે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં. તેમજ ચૂંટણી સંલગ્ન તમામ કામગીરી અન્વયે ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગાંધીનગરની વખતો વખતની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે સંદર્ભે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
તદઉપરાંત જનરલ ઓબ્ઝર્વર દ્રારા ચૂંટણી વિષયક કોઇ પણ ફરિયાદ તેઓના મોબાઇલ નં.90233 50679 પર સંપર્ક કરી અથવા વિલા નં.1, વિલા સર્કીટ હાઉસ પોરબંદર ખાતે સવારના 11:00થી 13:00 કલાક દરમિયાન રૂબરૂ મુલાકાત કરી શકાશે તેમ પણ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.