જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મંયકસિંહ ચાવડા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જીલ્લામાં તથા બહારના જીલ્લાના નાસતા-ફરતા આરોપીને પકડવા અંગે સુચના આપવામા આવી હતી. જે અનુસંધાને પોરબંદર એસઓજી ઈન્ચાર્જ પીઆઈ એચ.બી. ધાંધલ્યાને સૂચના આપવામાં આવી હતી.
નંદેસરી પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો
એસઓજી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન નંદેસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી.ગોહીલ નદેસરી પોલીસ સ્ટેશન ખાતે આઈ.પી.સી. કલમ-363, 366 મુજબનો ગુનો ગત 19/09/2022 ના રોજ દાખલ થયો હતો. તે ગુનાનો આરોપી તથા ભોગ બનનાર પોરબંદર ખાતે હોય અને નંદેસરી પોલીસ સ્ટેશનની ટીમ પોરબંદર ખાતે તપાસમાં આવી હતી. જે અંગે તપાસમાં એસઓજી ટીમની મદદ માગતા એસઓજી સ્ટાફના હેડ કોન્સટેબલ રવિન્દ્ર ચાંઉ તથા કોન્સ્ટેબલ સમીર જુણેજા, વિપુલ બોરીચા, ભીમા ઓડેદરા તથા એસઓજી સ્ટાફના માણસોને તપાસ-મદદમાં રહેવા જણાવ્યું હતું. સદર ગુનાના આરોપી પરેશ લાલજી જાદવ ઉ.વ.22 રહે, લાલપુરા ગામ, પીપડી રોડ, તા-આકલાવ જી-આણંદ તથા ભોગ બનનાર પોરબંદર જીઆઈડીસી ખાતેથી મળી આવતા નંદેસરી પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.