રસીકરણ:લમ્પી વાયરસથી ગૌવંશને બચાવવા રસીકરણ શરૂ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં લમ્પી સ્કિન રોગથી સંક્રમિત 170 પશુઓ જીઆઇડીસી આઇસોલેશન ખાતે સારવાર હેઠળ
  • અત્યાર સુધીમાં 77થી વધુ ગૌધનના મોત થયા, જેને પગલે તંત્ર સફાળું જાગ્યું : મદદ માટે આગળ આવવા લોકોને અપીલ કરાઇ

પોરબંદર જિલ્લામાં લમ્પી વાયરસથી ગૌવંશને બચાવવા રસીકરણ ધમધમ્યું છે. સામાજીક સંસ્થાઓ તથા સેવાભાવી લોકોને મદદ માટે આગળ આવવા અપીલ કરાઇ છે. પોરબંદર જિલ્લામાં લમ્પી સ્કિન રોગથી સંક્રમિત 170 પશુઓ જીઆઇડીસી આઇસોલેશન ખાતે સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 77થી વધુ ગૌધનના મોત થયા છે. જેમાંથી લમ્પી રોગગ્રસ્ત ઉપરાંત લમ્પી રોગ સાથે અન્ય રોગ હોય તેવા પણ પશુઓનો આ આંકડાઓમાં સમાવેશ થાય છે.

પોરબંદર જિલ્લામાં લમ્પી વાયરસનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો છે આ ઉપદ્રવ થી ગૌવંશને બચાવવા માટે રસીકરણ ની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અનુસંધાને આદિત્યાણા ગૌશાળા ખાતે યુવા આગેવાન ભરતભાઈ કારાવદરા, કરસનભાઈ ઓડેદરા, એભાભાઈ દાસા, અરશીભાઈ સહિતના ગૌસેવકોની ટીમ દ્વારા લમ્પી વાયરસ રસીકરણ નું આયોજન કરવામાં આવેલ હતું. રસીકરણ કામગીરીમાં પશુપાલન ખાતાના ડૉ. પરબતભાઈ મોઢવાડીયા, ડૉ.દિલીપભાઈ ખુંટી, ડૉ.મહેશભાઈ ખુંટી, ડૉ.રામભાઈ બાપોદરા, ડૉ.કપિલભાઈ પરમાર નો સહયોગ મળેલ હતો તેમજ શહેર ભાજપના મહામંત્રી માલદે ભાઈ મોઢવાડીયા ઉપસ્થિત રહેલ હતા.

રસીકરણની આ કામગીરીમાં 300 જેટલા પશુઓને રસી આપવામાં આવી હતી તેમજ યુવા આગેવાન ભરતભાઈ કારાવદરા દ્વારા પશુ પાલકોને લમ્પી વાયરસ વિશે જાગ્રુત રહેવા અપીલ કરેલ. માધવપુર ઘેડમા સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ તેમજ માધવ રુક્ષમણી ગૌ સેવા બને સંસ્થાના કાર્યકરો દ્વારા ભારે જહેમઠ ઉઠાવી ફૂલ ઝુંબેશથી લંપી રોગને અટકાવવા માટે વ્યક્તિનેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે રાધે ક્રિષ્ના ગૌ સેવા હોસ્પિટલ કેશોદ દ્વારા માધવપુર ઘેડને લમ્પી વાયરસને લઈને વધુમાં વધુ વેક્સિન ડોનેટ કરવામાં આવેલ ને રાધે ક્રિષ્ના ગૌ સેવા હોસ્પિટલ કેશોદના સહોયોગથી આજરોજ માધવપુર ઘેડના અનેક વિસ્તારોમાં રખડતા પશુધનને વેક્સિન આપવાનું ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે માધવપુર પશુ દવાખાના ના વેટેનરી ઓફીસર ડો. કિશન સાહેબ તેમજ V.F.A હાર્દિકભાઈ ઠકરાર ના માર્ગદર્શન હેઠળ સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ ની ટીમ તેમજ માધવ રૂક્ષ્મણી ગૌ સેવા ની ટીમ દ્વારા સાથે રહીને ભારે જેમ જ ઉઠાવીને આજરોજ 140 પશુઓને નિશુલ્ક વેક્સિન આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...