રસીકરણ:પોરબંદર જિલ્લાના નેશ વિસ્તારમાં ગૌધનનું રસીકરણ કાર્ય હાથ ધરાયું

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લમ્પી વાયરસ વન્ય પ્રાણીમાં ન ફેલાય તે માટે પ્રયત્નો હાથ ધરાયા

પોરબંદર જિલ્લામાં લમ્પી વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે. આ સંક્રમણ નેશ વિસ્તારમાં તથા અન્ય વન્ય પ્રાણીઓમાં ન ફેલાય તે માટે વન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા વન સંરક્ષકના જણાવ્યા અનુસાર લમ્પી વાયરસનો ચેપ બરડા વન્ય પ્રાણી અભ્યારણ્યમાં નેશ વિસ્તારમાં વસતા માલધારીઓના પશુધનને આ વાયરસનો ચેપ ન લાગે તે માટે આગોતરા આયોજન કરવામાં આવ્યું છે.

વન વિભાગ પોરબંદર તથા પશુપાલન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના પ્રથમ તબક્કામાં સાતવીરડા નેશ તથા તેની આસપાસના વિસ્તારોમાં અને કિલેશ્વરની આસપાસના વિસ્તારોમાં રસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. ત્યારબાદ તબક્કાવાર અન્ય નેશ વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...