તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:પોરબંદર જિલ્લામાં 15 સ્થળ પર 1066 લોકોનું વેક્સિનેશન

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2729ના લક્ષ્યાંક સામે 39.06 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરાયો
  • પોરબંદર, રાણાવાવ, કુતિયાણા ખાતે રસીકરણ કરવામાં આવ્યું

પોરબંદર જિલ્લાના જુદાં જુદાં ૧૫ સ્થળોએ ૧૦૬૬ આજે કોરોના રસીકરણ કરવામાં આવ્યુ હતુ. ૨૭૨૯ ના લક્ષ્યાંક સામે ૩૯.૦૬ ટકા કામ પૂર્ણ કરાયુ હતુ.પોરબંદરની ભાવસિંહજી હોસ્પીટલના ICU ખાતે ૧૮૨ લોકોને, ભાવસિંહજી હોસ્પીટલના PIU ખાતે ૧૨૪ લોકો, ભાવસિંહજીના ટ્રોમા ખાતે ૧૪૮ લોકોને, તાજાવાલા શાળા ખાતે ૧૧ લોકોને, તાજાવાલા શાળા-૨ ખાતે ૫૪ લોકોને,

બ્રાન્ચ સ્કૂલ-૧ ખાતે ૨૭ લોકોને, બ્રાન્ચ સ્કૂલ-૨ ખાતે ૧૦ લોકોને, વસનજી ખેરાજ શાળા ખાતે ૨૩ લોકોને, કડિયાપ્લોટ શાળા-૧ ખાતે ૩૬ લોકોને, કડિયાપ્લોટ શાળા-૨ ખાતે ૨૪ લોકોને અને રાણાવાવ કન્યાશાળા-૧માં ૮૮ લોકોને, રાણાવાવ કન્યા શાળા-૨માં ૮૮ લોકોને, કુતિયાણાણી સુરૂચી સ્કૂલ ખાતે ૧૫૪ લોકોને, કુતિયાણા સુરૂચી સ્કૂલ-૨ ખાતે ૫૭ લોકોને અને કુતિયાણા સીએચસી ખાતે ૪૦ લોકોને મળી કુલ ૧૦૬૬ લોકોનું આજે કોરોના રસીકરણ કરાયુ હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો