એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ:પોરબંદર સિવીલ હોસ્પિટલમાં મહત્વની તબીબોની જગ્યાઓ ખાલી

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફુલટાઇમ સર્જન ન હોવાથી દર્દીઓને ઓપરેશન માટે રીફર કરવામાં આવે છે, દર્દીઓને મુશ્કેલી

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં મહત્વની જગ્યા ખાલી છે. ફુલટાઇમ સર્જન પણ ન હોવાથી દર્દીઓને ઓપરેશન માટે રીફર કરવામાં આવે છે. જગ્યા ખાલી હોવાથી દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે તબીબોની મહત્વની જગ્યા ખાલી છે. આ સિવિલ હોસ્પિટલ ખાતે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અગાવ પણ તબીબોની ખાલી જગ્યા અંગે વારંવાર રજૂઆતો તેમજ આંદોલનો પણ થયા હતા. બાદ આ હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર તબીબોની નિમણૂક કરવામાં આવી હતી.

બાળરોગના નિષ્ણાત તેમજ ઓર્થોપેડિક તબીબ પણ ન હતા ત્યારે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. બાદ આ જગ્યા ભરાઈ હતી. હાલ પણ મહત્વની જગ્યાઓ ખાલી છે. જિલ્લાભરની એકમાત્ર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે જિલ્લાભરના દર્દીઓ સારવાર માટે આવે છે અને વધુ સારવાર માટે દાખલ થતા હોય છે. આ હોસ્પિટલ ખાતે ફૂલટાઇમ સર્જનની જગ્યા લાંબા સમયથી ખાલી છે. જેથી ઓપરેશન જેવી સ્થિતિમાં દર્દીઓને અન્ય જિલ્લાની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે. જેથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ખાલી રહેલ જગ્યા તુરંત ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

શું કહે છે આરએમઓ?
સિવિલ હોસ્પિટલમાં જે તબીબો ની જગ્યા ખાલી છે તે અંગે દર માસે નિયમકને રિપોર્ટ કરવામાં આવે છે. હાલ હોસ્પિટલ ખાતે અન્ય તબીબોને બોલાવી કામ ચલાવવું પડે છે. જનરલ સર્જન ન હોવાથી ઓપરેશન થતા નથી જેથી દર્દીઓને રીફર કરવા પડે છે. ડો. વિપુલ મોઢા, આરએમઓ, સિવિલ હોસ્પિટલ, પોરબંદર

મહત્વની કઈ જગ્યા ખાલી ?
સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસરની 1 જગ્યા, ફૂલ ટાઈમ જનરલ ફિઝિશિયનની 1 જગ્યા, ફુલટાઈમ સર્જનની 1 જગ્યા, ગાયનેકોલોજિસ્ટની 1 જગ્યા, એનેસ્થેટિકની 1 જગ્યા ખાલી છે. જેથી દર્દીઓને ઇમરજન્સી સમયે રીફર કરવામાં આવી રહ્યા છે.

1 તબીબ 1 દિ' આવ્યા બાદ ગેરહાજર
સિવિલ હોસ્પિટલ ખાતે એક મેડિકલ ઓફિસરની જગ્યા ભરવામાં આવી હતી જેમાં હિંમતનગર સાઈડના એક તબીબ રાઠવા માત્ર એક જ વખત હાજર રહ્યા બાદ આવ્યા ન હતા જેથી આ જગ્યા બ્લોક થઈ છે અને તેના નામે જગ્યા ભરેલી બોલે છે તેવું આરએમઓ એ જણાવ્યું હતું.

સિવિલ સર્જન પણ ચાર્જમા
સિવિલ હોસ્પિટલ ખાતે હાલના સિવિલ સર્જન જે.ડી. પરમાર ની બદલી થતા સોમવારથી સિવિલ સર્જન ચાર્જમાં આવશે. જેથી આ જગ્યા પણ ખાલી રહેશે.

અન્ય સમાચારો પણ છે...