ઉજવણી:વી. જે. મદ્રેસા સ્કૂલની સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યા, સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ માટે માર્ગદર્શન આપ્યું

પોરબંદરની વી. જે. મદ્રેસા સ્કૂલ ની સ્થાપના દિવસ ની શાળામાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. 1887 માં અબ્દુલહ ઝવેરી અને તેના સંગાથીઓ દ્વારા સ્થપાયેલ શાળાએ 135 વર્ષ પૂર્ણ કરતા મદ્રેસા બોયઝ સ્કૂલ અને ગર્લ્સ સ્કૂલના વિધાર્થીઓએ પહેલી જાન્યુઆરીને સ્થાપના દિવસ તરીકે મનાવ્યો હતો અને ગર્લ્સ સ્કૂલમાં વિધાર્થિનીઓ એ શાળાના ફોટો સાથે કેક બનાવીને તેમજ નાઆતો મંનકબત સાથે શાળાની પ્રગતિ માટે દુઆઓ કરી હતી. આ તકે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

તેમજ શાળા માં સાઇબર ક્રાઇમ જાગૃતતા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળા મંડળ ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યાએ જે મદ્રેસા બોય્સ અને ઈગ્લીસ મીડીયમ ના વિધાર્થીઓને મોબાઈલ ના ઉપયોગ માં તકેદારી રાખવા વિસ્તૃત સમજ આપી હતી અને શાળા ના શેક્ષણિક સ્ટાફ ને પણ તમામ વિધાર્થીઓને મોબાઈલ ના ઉપયોગ માત્ર શિક્ષણ પૂરતુ જ કરે તેવી તાકીદ કરવા અને સાયબર ક્રાઇમનો ભોગ ના બને તે માટે સતત જાગૃતતા અંગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...