પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ હોય તેમજ જિલ્લા કક્ષાનું મોટું શહેર હોય જેના કારણે પોરબંદરમાં અવાર નવાર રાજકીય આગેવાનો આવતા-જતા હોય તેમજ ધાર્મિક કાર્યક્રમો થતા હોય ઉપરાંત જુદી જુદી સામાજીક સંસ્થાઓ તેમજ ટયુશન કલાસીસીવાળા અને અન્ય જાહેરાતોવાળા સરકારની કોઈપણ જાતની મંજુરી લીધા વગર સરકારી મિલ્કત જેવી કે પીજીવીસીએલ, નગર સેવા સદન, ટેલીફોન ડિપાર્ટમેન્ટ તેમજ સરકારી ડિપાર્ટમેન્ટની મિલ્કતો, તેમના થાંભલાઓ પર આવા જુદા જુદા કાર્યક્રમોના બેનરો કોઈપણ જાતની સરકારી મંજુરી લીધા વગર લગાડી આવા પોતાના પ્રાઈવેટ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો તેમજ પોતાના અંગત સ્વાર્થ માટેની જાહેરાતો વિગેરે લગાડી જાણે કાયમી સરકારી મિલ્કત પોતાની પ્રાઈવેટ મિલ્કત હોય તે રીતે તેનો ઉપયોગ કરતા હોય છે
તેમજ ઘણા સમયથી આવા બેનરો શહેરના જુદા જુદા સરકારી મિલ્કતો તેમજ થાંભલાઓ પર લગાડેલા રહેતા હોય આવા બેનરો તાત્કાલીક હટાવવાની જરૂરીયાત છે. કારણ કે આવા બેનરોના કારણે ભવિષ્યમાં ગમે ત્યારે કોઈ ગંભીર અકસ્માત થાય અથવા તો જાનહાની થાય તેવી શકયતા રહેલ છે. ચોમાસાનો સમય નજીક હોય જેથી આવા બેનરોથી શોર્ટસર્કિટનો પણ ભય રહેતો હોય છે જેથી તાકીદે આવા બેનરો હટાવવાનો હુકમ કરવામાં આવે તેવી સામાજિક આગેવાન જયેશભાઇ સવજાણીએ ઉચ્ચકક્ષાએ પત્ર પાઠવી રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.