તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:નરસંગ ટેકરીથી પરેશનગર સુધી સર્વિસ રોડ તાકિદે રિ કાર્પેટ કરો

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિસ્માર રસ્તાને કારણે વારંવાર અકસ્માત સર્જાય છે, કોંગ્રેસ આગેવાનની રજુઆત

નરસંગ ટેકરીથી પરેશનગર સુધીનો સર્વિસ રોડ તાકિદે રી કાર્પેટ કરવા બાબતે કોંગ્રેસ આગેવાન દ્વારા રજુઆત કરાઈ છે. પોરબંદરના નરસંગ ટેકરી ખાતે આવેલ ફલાય ઓવર બ્રિજના સર્વિસ રોડ ઘણા લાંબા સમયથી ભયંકર બિસ્માર હાલતમાં છે. જેના કારણે લોકો ભારે પરેશાની ભોગવી રહયા છે.

સાંઈબાબા મંદિર સામે અને સુદામા પરોઠા હાઉસ સામે નેશનલ હાઈવે પર આવેલ બંને એન્ટ્રીઓ બંધ કરવામાં આવેલ હોવાથી પરેશનગર વિસ્તાર તરફના લગભલ 15 હજાર રહેવાસીઓ આ સર્વિસ રોડ ઉપરથી આવન જાવન કરી રહયા છે. નરસંગ ટેકરીથી પરેશનગર સર્વિસ રોડ ઉપર મોટા ખાડાઓ પડી ગયેલ છે.

આ રોડ ઉપર સતત ટ્રાફીક રહેતો હોવાથી બિસ્માર રોડના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. આ રોડ તાત્કાલિક રી કાર્પેટ કરવામાં આવે તેમજ નરસંગ ટેકરી ખાતે સર્કલ અને સ્પીડ બ્રેકર ન હોવાથી પુર ઝડપે આવતા વાહનો વારંવાર અકસ્માત સર્જે છે. નરસંગ ટેકરી સર્કલ હાઈવે પરથી પરેશનગર તરફ જવા માટેનો ગાળો ખુબ જ નાનો હોવાથી આવતા જતા વાહનોને ટર્ન લેવામાં પણ ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે.

આથી નરસંગ ટેકરી ખાતે સર્કલ બનાવવા તથા સ્પીડ બ્રેકર મુકવા અને હાઈવે પરથી પરેશનગર તરફના સર્વિસ રોડની એન્ટ્રી પહોળી કરી તમામ પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી જયદીપ આગઢ અને મહામંત્રી લાખણશી ગોરાણીયાએ નેશનલ હાઇવે ઓથોરિટી ને પત્ર દ્વારા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...