તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણવેશ વિતરણ:પોરબંદરની આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોએ બનાવેલી કૃતિઓ મહાનુભાવોને અર્પણ કરાઈ : કુલ 11880 ગણવેશ અપાશે

પોરબંદરમાં આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમા બાળકોએ બનાવેલી કૃતિઓ મહાનુભાવોને અર્પણ કરાઈ હતી. રાજ્યની 53 હજારથી વધુ આંગણવાડીના 14 લાખથી વધુ 3 થી 6 વર્ષના બાળકોને ગણવેશ વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને ડિજિટલ માધ્યમ દ્વારા યોજાયો હતો.

જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરાના અધ્યક્ષ સ્થાને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હયો જેમાં જિલ્લા કલેકટર અશોક શર્મા, ડીડીઓ અડવાણી, પ્રોગ્રામ ઓફિસર અંજનાબેન જોશી સહિતના લોકો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ બનાવેલી કૃતિઓ ઉપસ્થિત મહાનુભાવોને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરે આ તકે જણાવ્યું હતું કે રાજ્યમાં કુપોષણનું પ્રમાણ સૌથી ઓછું પોરબંદર જિલ્લામાં છે. સરકાર દ્વારા પ્રથમ વખત આંગણવાડીના બાળકોને ગણવેશ આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં હાલ કુલ 6 બાળકોને ગણવેશ સહિતની કીટ અપાઇ હતી. આગામી દિવસમાં અન્ય આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાશે. જિલ્લામાં કુલ 11880 ગણવેશ આપવામાં આવ્યા છે. જિલ્લાના આ તમામ 3 થી 6 વર્ષ ના આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...