તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજરને રજુઆત:પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેન પુન: પૂર્વવત કરો

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા ડિવિઝનલ મેનેજરને રજુઆત કરવામાં આવી

પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો પુન: પૂર્વવત શરૂ કરવામાં આવે તેવી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડિવિઝનલ મેનેજરને રજુઆત કરાઈ છે. કોરોના મહામારીના કારણે પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી ઉપડતી લાંબા અંતરની સેવાઓ છેલ્લા 15 માસથી બંધ છે. વર્તમાન પરિસ્થિતિમાં કોરોના મહામારીની બીજી લહેર પુરી થઈ છે. દેશની અર્થવ્યવસ્થા અને જનજીવન ફરીથી પુર્વવત કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયત્નો થઈ રહ્યાં છે. ત્યારે પોરબંદર રેલ્વે સ્ટેશન પર આવતી જતી ટુંકા અંતરની રેલ્વે સેવાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ લાંબા અંતરની ટ્રેન શરૂ કરવામાં આવી નથી.

જો પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી લાંબા અંતરની રેલ્વે સેવાઓ શરૂ કરવામાં આવે તો આ વિસ્તારના ઉદ્યોગોને જરૂર પડતો કાચો માલ સામાન આયાત કરવામાં અને તેમા થયેલો માલ સામાન દેશના અન્ય શહેરો સુધી પહોંચાડવામાં સરળ બનશે અને વ્યાપારીઓને પણ ખરીદી કરવા મુંબઈ, અમદાવાદ કે દિલ્હી જેવા શહેરોમાં જવા આવવાની સુવિધા પહેલાની માફક શરૂ થતા ધંધા ઉદ્યોગો પૂર્વવત થશે અને તે દેશની અર્થવ્યવસ્થા માટે પણ લાભદાયક રહેશે. આ વિસ્તારના એવા લોકો કે જે કોઈ ગંભીર બિમારીમાં સપડાયેલા હોય તેઓને પણ મોટા શહેરોમાં સારવાર અર્થે જવા આવવાનું થતુ હોય છે, તેઓને પણ સરળતા રહેશે. જેથી પોરબંદર રેલ્વે સ્ટેશન ૫૨થી આવતી-જતી તમામ રેલ્વે સેવાઓ પુનઃ પૂર્વવત શરૂ કરવામા આવે તેવી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ભરતભાઇ રાજાણીએ ભાવનગર ડિવિઝનલ મેનેજરને પત્ર પાઠવી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...