પોરબંદરના લીમડાચોક શાકમાર્કેટમાં ધંધાર્થી અને ગ્રાહકોને અનેક વિધ હેરાનગતિ વેઠવી પડી રહી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેભાઇ મોઢવાડીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઇ કારીયા અને જીલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઈ પરમાર સહિતના અગ્રણીઓએ તંત્રને રજૂઆત કરી એવું જણાવ્યું છે કે લીમડાચોક શાકમાર્કેટમાં રેઢિયાળ પશુઓ ઘૂસી જાય છે. અને વર્ષો જૂની આ સમસ્યા છે. ચોમાસામાં ઉપસ્થિત થતા પ્રશ્નનો કાયમી ધોરણે હલ થઈ શકે, ખરીદી કરવા આવતા ગ્રાહકો અને ધંધાર્થીઓ પરેશાની વેઠી રહ્યા છે.
શાકમાર્કેટમાં સ્ટ્રીટ લાઇટની અપૂરતી સુવિધા હોવાથી ધંધાર્થીઓને શાકભાજી વેચવામાં મુશ્કેલી વેઠવી પડે છે. શાકમાર્કેટમાં દરવાજાઓએ પ્રકારના બનાવવા જોઈએ જેથી પશુઓની ઘુષણખોરી અટકાવી શકાય, અહીં ગાય, નંદી અને શ્વાન સહિતના પશુઓ ઘૂસી જાય છે. ધંધાર્થીઓએ શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકો પરેશાન બની રહ્યા છે. જેથી સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી કોંગ્રેસના અગ્રણી રામદેભાઇ મોઢવાડીયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
મોંઘા પાડા શાકભાજીને પશુઓ નુકસાન પહોંચાડે છે
મોંઘવારીના સમયમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોંઘા શાકભાજીને પશુઓ નુકસાન પહોંચાડે છે. જેથી શાકભાજીના ધંધાર્થીઓને મોટા પાયે નુકસાની વેઠવી પડી રહી છે, અને બીજી બાજુ નંદી સહિતના પશુઓ લોકોને ઇજા પહોંચાડે છે. ભવિષ્યમાં ગંભીર અકસ્માતનો ભોગ લોકો ન બને તે પહેલાં પાલિકાએ વ્યવસ્થિત મોટા દરવાજા મૂકી શાકમાર્કેટની દીવાલો ઉંચી કરવી જોઈએ.
સફાઈની અપૂરતી વ્યવસ્થાથી ગંદકીના ગંજ ખડકાય છે
લીમડા ચોક શાકમાર્કેટમાં સફાઈની અપૂરતી વ્યવસ્થા હોવા અંગે કોંગ્રેસે તંત્રને રજૂઆત કરી છે. શાક માર્કેટમાં સફાઈની અપૂરતી વ્યવસ્થાના કારણે ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. અને શાકભાજીના વેપારીઓને અહીં શાકભાજીનું વેચાણ કરવું મુશ્કેલ બની રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.