પોરબંદર જિલ્લો રાજ્યના અન્ય જિલ્લાની દ્રષ્ટિએ ખૂબ જ ઓછો ક્રાઈમ રેટ ધરાવે છે. તેમાં પણ પોરબંદર જિલ્લામાં કૂટણખાના સહિતના ગુનાઓ તો નહીવત જોવા મળતા હોય છે, પરંતુ ઘણા સમય બાદ પોરબંદરમાંથી કૂટખાનું પકડાયાની ઘટના સામે આવી છે. પોરબંદરના શહેરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કર્લિ પુલ નજીક આવેલ મફતિયાપરામાં આવેલ રહેણાંક મકાનમાં દેહવિક્રયની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી.
આ અંગેની જાણકારી મળ્યેથી પોલીસ દ્વારા પંચોને બોલાવી ડમી ગ્રાહકને મોકલી રેડ કરવામાં દેહવિક્રયની પ્રવૃત્તિ ચાલતી હોય અને જેમના દ્વારા આ કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. તે સંતોક વાઘેલા તેમજ બે ગ્રાહકો મળી આવતા પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ધ ઈમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્સન એક્ટની કલમ 3, 4 અને 5 હેઠળ ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પોરબંદર પોલીસે બાતમીને આધારે કૂટણખાનું ઝડપી આ પ્રવૃત્તિમાં સામેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કેટલા સમયથી આ રીતની પ્રવૃતિ અહીં ચાલતી હતી તે અંગે સિટી ડીવાયએસપી જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન અત્યાર સુધીમાં એવુ જાણવા મળ્યું છે કે, કુટણખાનું ચલાવતી મહિલા પોતાના રહેણાંક મકાનમાં છેલ્લા એક વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવતી હતી અને જિલ્લામાં અલગ-અલગ જગ્યાઓ પરથી મહિલાઓને દેહવિક્રય માટે અહી બોલાવી આ ધંધામાં ધકેલતી હતી. પોલીસે હાલ તો આ કૂટણખાનું ચલાવતી મહિલા તેમજ બંને ગ્રાહકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે અને આ ગુનામાં અન્ય કોઈ વ્યકિતઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સિટી ડીવાયએસપી નિલમ ગૌસ્વામીએ પોરબંદરવાસીઓને અપીલ પણ કરી છે કે, આવી ગેરકાયદેસર પ્રવૃતિ જો ક્યાંય ચાલતી હોય તો પોલીસને જાણકારી આપે જેથી પોલીસ આ પ્રકારની પ્રવતિઓને ડામી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.