રેલ ટ્રાફિકને અસર:ડબલ ટ્રેકના કામને કારણે પોરબંદરની બે ટ્રેનો બંધ રહેશે

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોલાપુર ડિવીઝનમાં ડબલ ટ્રેકની કામગીરીને લઇ રેલ ટ્રાફિકને અસર થશે
  • પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર 9 અને 10 તારીખે રદ કરાઇ

સોલાપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે પોરબંદર થી ઉપડતી અને પોરબંદર આવતી પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર 9 અને 10 તારીખે રદ કરવામાં આવી છે.સોલાપુર ડિવિઝનના દૌંડ-કુરુડવાડી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે, 09 ઓગસ્ટ, 2022 સુધી તાત્કાલિક અસરથી બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે.

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેનો પૈકી તા. 09.08.2022 ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. 19202 પોરબંદર - સિકંદરાબાદ એક્સપ્રેસ તથા તા. 10.08.2022 ના રોજ સિકંદરાબાદથી ઉપડનારી ટ્રેન નં. 19201 સિકંદરાબાદ - પોરબંદર એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.

આ ઉપરાંત રેલ્વે વિભાગની અન્ય બે ટ્રેનોમાં તા. 04.08.2022 ના રોજ કાકીનાડાથી ઉપડતી ટ્રેન નં. 12755 કાકીનાડા-ભાવનગર તથા તા. 06.08.2022 ના રોજ ભાવનગર ટર્મિનસથી ઉપડતી ટ્રેન નં. 12756 ભાવનગર – કાકીનાડા પણ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. ડબલ ટ્રેકની કામગીરીને લઇ રેલ ટ્રાફિકને અસર થશે.

અન્ય સમાચારો પણ છે...