વિદાય સમારંભ:પોરબંદર એસટી ડેપોના બે કર્મચારીઓએ 27 વર્ષની નોકરીમાં એકપણ અકસ્માત કર્યો નથી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેપોના બે કર્મીનો વિદાય સમારંભ યોજાયો

પોરબંદર એસટી ડેપોના બે કર્મચારીઓ તારીખ 31-10-2021 ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત થતા એસટી ડેપો મેનેજર તેમજ કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

અડવાણા ગામે રહેતા દિનેશભાઈ મણીલાલ થાનકી તેમજ લખુભાઇ હરદાસ ગોઢાણિયા આ બંને પોરબંદર એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. અડવાણા ગામે રહેતા દિનેશભાઈ થાનકી તારીખ 2-3-1994 થી એસટીમા ડ્રાઇવર તરીકે જોડાયેલ હતા.

દિનેશભાઈ થાનકીના જણાવ્યા મુજબ નોકરીના ૨૭ વર્ષ માં એક પણ અકસ્માત કરેલ નથી અને ગઈકાલે વિદાય સમારંભ યોજાયેલ ત્યારે પોરબંદર એસટી ડેપોના મેનેજર હીરાબેન કટારા એ જણાવેલ કે આજે આ બંને ડ્રાઇવર દિનેશભાઈ થાનકી અને લખુભાઇ ગોઢાણિયા પોરબંદર એસટી ડેપોમાં પ્રમાણિકતાથી ફરજ બજાવી નિવૃત થતા પોરબંદર એસટી ડેપો તેમને કાયમ યાદ રાખશે.

અન્ય સમાચારો પણ છે...