પોરબંદર શહેરમાં વોર્ડ ન. 6 ના કાઉન્સિલરે કરેલી રજૂઆત બાદ ચીફઓફિસરે કન્સલ્ટન્ટને સૂચના આપી હતી અને શહેરના મદ્રેસા કન્યાશાળા રોડ અને પાલાવાળા તરીકે ઓળખાતા રોડનું થશે ફરી નવીનીકરણ કરવામાં આવશે.રોડના નવિનીકરણની કામગીરીથી આ વિસ્તારના લોકોની મુશ્કેલીઓનો અંત આવશે.
પોરબંદર શહેરમાં અનેક નવા રોડ બન્યા બાદ કામ નબળું થયું હોવાને કારણે થોડા સમયમાં જ મોટા મોટા ગાબડાં પડી ગયા હતા. જેમાં ભાવના ડેરી સામે સુભાષનગર તરફ જતો રોડ, વોર્ડ ન. 7 માં લાકડાના પાલા વિસ્તાર માં સીસી રોડ અંગે રોડનું નિકંદન નીકળી ગયું છે.
આ રોડને લઇને વોર્ડ ન. 6 ના કાઉન્સિલર ફારૂકભાઈ સુર્યા દ્વારા ચીફ ઓફિસર ને લેખિત રજૂઆત કરાયા બાદ ચીફ ઓફિસરે રાજકોટ સ્થિત કન્સલ્ટન્ટ મનીષ રૂપારેલને સૂચના આપતા તેઓ એ ચીફ ઓફિસરને જવાબ માં જણાવ્યું છે કે, ભાવના ડેરી સામે સુભાસનગર સામે તરફ જતો રસ્તો, નગીનદાસ પ્લોટ થી પાટા સુધી ડામરની ડિફેકટ લાયબિલિટી પૂર્ણ થયેલ છે. જેથી આ રોડ આવતી ગ્રાન્ટમાં સમાવેશ કરી રિસર્ફેસ કરી શકાય.
તે ઉપરાંત વોર્ડ ન. 7 લાકડાના પાલા વિસ્તાર માં બનાવેલ સી. સી. રોડ હાલ લાયબિલિટી પિરિયડમાં આવે છે જેથી આ રોડ કોન્ટ્રાકટર પાસે રિસર્ફેસ કરવા માટે આ પત્રથી જાણ કરી દિવસ 7 માં પૂર્ણ કરવા જાણ કરવામાં આવે છે તેમ તેઓ એ પત્ર માં જણાવ્યું છે. જેથી ટૂંક સમયમાં આ બંને રોડના કામો શરૂ થશે અને આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીનો અંત આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.