પોરબંદરમાં બે દાયકા જુના ભીમેશ્વર મહાદેવ મંદિરનું અનેરુ મહાત્મ્ય છે. શ્રાવણ માસ દરમિયાન અહીંં ભાવિકોની લાંબી કતારો લાગે છે. ઈસવીસન ૧૯૯૮માં ભીમેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ વર્ષ ૨૦૦૫માં મંદિરનું નવીનીકરણ કરાયું છે.
પોરબંદર શહેરમાં કમલાબાગથી નરસંગ ટેકરી રોડ તરફ જતા કાવેરી હોટલ સામેના માર્ગ પર એસએસસી ગ્રાઉન્ડ વાળા રસ્તે બે દાયકા જુના ભીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અને અહીં બે દાયકા પહેલા ભીમેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વર્ષો પહેલા ભીમભાઇ ભુતિયા કે જેઓ ભગવાન શિવજી પર અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા, અને તેઓના નિધન બાદ ભીમભાઈ ભૂતિયાના પરિવાર દ્વારા અહીં ભીમેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
એસએસસી કંપનીમાં કામ કરતા કામદારો સહિતના લોકોએ જે ફંડ એકઠું કર્યું હતું, તે ફંડ અને ભીમભાઇ ભુતિયાના પરિવારજનોના સહયોગથી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. ૧૯૯૮માં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ વર્ષ ૨૦૦૫માં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભીમેશ્વર મહાદેવના મંદિર ખાતે આમ તો આખા વર્ષ દરમિયાન ભાવિકો દર્શનાર્થે આવે છે, અને શ્રાવણ માસ દરમિયાન અહીં શિવભક્તોની લાંબી કતારો લાગે છે. બે દાયકા જુના ભીમેશ્વર મહાદેવ મંદિરનું અનેરું મહાત્મ્ય છે.
શ્રાવણ માસના દર સોમવારે મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે
ભીમેશ્વર મહાદેવના મંદિરે દરરોજ ૫૦ કૂતરાઓ માટે રોટલા બનાવવામાં આવે છે, અને દર મહિનાની પૂનમના દિવસે અહીં કથાનું આયોજન કરવામાં આવે છે. તેમજ દાતાઓના સહયોગથી બટુક ભોજન યોજવામાં આવે છે, શ્રાવણ માસના દર સોમવારે ભીમેશ્વર મહાદેવના વિશેષ દર્શન યોજવામાં આવશે તેવું મંદિરના પૂજારી ભૂરા મહારાજ દ્વારા જણાવ્યું છે. અહીં દર સોમવારે મહાપ્રસાદીનું આયોજન થશે તેમજ દર વર્ષે ભવ્ય ભાગવત સપ્તાહ પણ યોજાય છે.
મંદિર શિવ પંચાયત તરીકે ઓળખાય છે
ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવ, ગણેશજી, સૂર્યદેવ, વિષ્ણુ ભગવાન, હનુમાનજી અને વાધેશ્વરી માતાનું મંદિર આવેલ છે. મંદિરની બહારના ગેઇટથી દર્શન કરવામાં આવે તો આ મંદિર ખાતે આવેલ 5 મંદિરના એકી સાથે દર્શન કરી શકાય છે. જેથી આ મંદિરને શિવ પંચાયત મંદિર તરીકે ઓળખવામાં આવે છે તેવું પુજારીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.