તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાયનું રેસ્ક્યુ:પોરબંદર ઉદ્યોગનગર રેલવે ફાટક નજીક ટ્રેને હડફેટે લેતા 2 ગાયને ઈજા

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1962ના તબીબ અને જીવદયાપ્રેમીઓએ ગાયનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

ઉદ્યોગનગર રેલવે ફાટક નજીક ટ્રેન હડફેટે 2 ગાયને ઈંજા પહોંચી હતી જેથી 1962ના તબીબે સારવાર આપી જીવદયાપ્રેમીઓએ ગાયનું રેસ્ક્યુ કરી બહાર કાઢી ગાયનો જીવ બચાવ્યો છે. પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક 73 નજીકથી ગઈકાલે શાંજે ટ્રેન પસાર થઈ હતી આ દરમ્યાન કેટલીક ગાયો રેલના પાટા પાસે હતી. ટ્રેન આવતા જોઈ એક વ્યક્તિએ ગાયને ખસેડી હતી પરંતુ ટ્રેન હડફેટે 2 ગાય આવી જતા એક ગાયને ગંભીર ઈંજાઓ પહોંચતા તુરંત 1962 પશુ એમ્બ્યુલન્સ નો સંપર્ક કરતા પશુ તબીબ અમિત શ્રીવાસ્તવ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈંજાગ્રસ્ત ગાયને સારવાર આપી હતી.

ગાયને ગેસ ચડી જતા પંચર પાડી ગેસ બહાર કાઢી ઇન્જેક્શન સહિતની સારવાર આપી રેલવે ટ્રેકથી બહાર કાઢવા માટે જીવદયાપ્રેમી રાજુ શર્માને બોલાવતા તેઓએ 15 જેટલા જીવદયાપ્રેમીઓ સાથે આવી ગાયને બહાર કાઢવા 2 કલાકનું રેસ્ક્યુ કરી ગાયને સલામત રીતે બહાર કાઢી ગૌશાળા ખાતે સારસંભાળ માટે મુકવામાં આવી છે. આમ 1962 પશુ એમ્બ્યુલન્સના તબીબ અને જીવદયાપ્રેમીની મદદથી ગાયનો જીવ બચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...