આયોજન:માધવપુરમાં રામદેવજી મહારાજના બાર પોરા પાઠનું આયોજન કરાશે

માધવપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર જનતાને ભાગ લેવા નિમંત્રણ પાઠવાયું

પોરબંદરના માધવપુર ઘેડના પ્લોટ વિસ્તારમા આવેલ વાછરાદાદા મંદિરના પટાંગણમા રામદેજી મહરાજના ભવ્ય બાર પોરા પાઠનું આયોજન કરાશે જેમાં આયોજકો દ્વારા જાહેર જનતાને ભાગ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. માધવપુર ઘેડના પ્લોટ વિસ્તારમા ભવ્ય બારપોરા પાઠનું સમગ્ર માધવપુર ઘેડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તા. 10-01-22 ને સોમવારે 12.30 કલાકે પ્લોટ વિસ્તારના વાછરાદાદાના મંદિરેથી બારપોરા પાઠના સામૈયા બહોળી સંખ્યામા નીકળશે ને માધવપુરના મુખ્ય માર્ગો ઉપરથી પરત વાછરાદાદાના મંદિરે પૂર્ણ થશે.

ત્યારબાદ 4 વાગ્યે પાઠની સ્થાપના કરાશે, બાદમાં રાત્રિના 9.30 કલાકે જ્યોત પ્રાગટ્ય કરાશે. તા.10-01-22 ને સોમવારથી પાઠની સ્થાપના થયા બાદ અખંડ બાર પોરા પાટોત્સવ સારું થશે ને અખંડ 36 કલાક ભજન સાથે મહાભોજન પ્રસાદી ચાલુ રહેશે અને તા 12-01-22 ને બુધવારે વહેલી સવારે પુર્ણાહુતી કરાશે ત્યારે સમગ્ર માધવપુર ઘેડની જનતાને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે. આ રામદેવજી મહારાજનો અખંડ બાર પહોર પાટોઉત્સવના ગાદીપતી શ્રી પ્રભુદાસ બાપુ તેમજ કોટવાલ પ્રવીણભાઈ ભીમાભાઇ ભુવા સાથે કોટવાલ રામભાઈ પોલાભાઈ ભરડાની ઉત્સવમા ઉપસ્થિત રહશે.

અન્ય સમાચારો પણ છે...