રજૂઆત:MSME ની નવી શરતોની જમીન જૂની જંત્રી જેટલું પ્રિમિયમ લઇ ફેરવી આપો

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે કે MSME ની નવી શરતોની જમીન જૂની શરતમાં જંત્રી જેટલુ પ્રિમિયમ લઇ ફેરવી આપવી જોઇએ.પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરતભાઇ રાજાણી દ્વારા રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે કે કોરોના કાળમાં ઔદ્યોગીક સહીત તમામ ક્ષેત્રે આર્થિક નુકસાનીથી લોકો ઝઝુમી રહ્યા છે.

કેન્દ્ર તથા રાજય સરકારનો MSME પ્રત્યે હંમેશા ઉદાર અભિગમ રહ્યો છે અને અત્યાર સુધીમાં બહાર પડેલા પેકજોમાં નવા સ્થપાનાર ઉદ્યોગો પ્રત્યે ઉદારતા દાખવવામાં આવી છે. જેના ભાગરૂપે 20 વર્ષ કે તેથી વધુ સમયથી કબજામાં હોય તેવા રોજગારલક્ષી સીધા કે આડકતરી રીતે વિકાસલક્ષી પેદાશો પર કૃષિ પેદાશો પર આધારીત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ઝઝુમી રહેલ MSMEની નવી શરતોની જમીનો જૂની શરતોમાં જંત્રી જેટલું પ્રિમિયમ લઇને ફેરવી આપવા માંગ કરી છે. વળી 100 ટકા પ્રિમિયમ લઇને જૂની શરતમાં ફેરવવાનો કાયદો પણ અમલમાં છે તેમાં નિતિ વિષયક સુધારો કરવાની ખાસ જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...