તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:યુકે નિવાસી સ્વ.પુષ્પાબેન પંડિત દ્વારા તુલસીના પત્રએ વૃદ્ધાશ્રમ દાનમાં આપવામાં આવ્યો હતો

પોરબંદર4 મહિનો પહેલાલેખક: ધીરુભાઈ નિમાવત
  • કૉપી લિંક
  • વનાણા પાસે વૃદ્ધોને શિયાળાની ઠંડીમાં ગરમ ધાબળા અને આયુર્વેદિક દવાનું વિતરણ કરાયું

પોરબંદર તાલુકાના રાણાવાવ નજીક આવેલ વનાણા પાસે અમર જ્યોત વૃદ્ધાશ્રમ ખાતે સેવાકિય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃદ્ધાશ્રમના સ્થાપક યુકે નિવાસી સ્વ પુષ્પાબેન પંડિત દ્વારા વૃદ્ધાશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. અને પુષ્પાબેન પંડિત 15 વર્ષ કોઇપણ જાતનો સાર્જ લીધા વગર વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સારસંભાળ લેવામાં આવી રહી છે.

ત્યારબાદ ચાર વર્ષ પહેલા પુષ્પાબેન પંડિત દ્વારા આશ્રમ દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીને તુલસીના પત્રએ અર્પણ કરવામાં આવ્યું છે. કારણકે પુષ્પાબેન પંડીતની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી અને તેમના સંતાનો યુ કે હોવાથી આશ્રમ દાન કરી દીધેલ હતો. હાલ આશ્રમનો વહીવટ દ્વારકા શારદાપીઠ તરફથી કરવામાં આવી રહ્યો છે. અને આ આશ્રમ ખાતે દસથી બાર જેટલા વૃદ્ધ વડીલ લોકોની સારસંભાળ લેવામાં આવી રહી છે.

દાતાઓ તરફથી આર્થિક મદદ તેમજ કોઈ પ્રસંગોપાત ભોજન પણ કરવામાં આવે છે. ત્યારે ભાવસિંહજી હાઇસ્કુલના નિવૃત્ત શિક્ષક સ્વ બનેસિંહ મકવાણાની સ્મૃતિમાં તેમના પરિવારજનો દ્વારા બનાણા ખાતે આવેલ અમર જ્યોત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ભોજન કરાવવાનો સેવા યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોરોના સંક્રમણથી વડીલોને રક્ષણ મળે તેવા આશયથી રોગ સામે રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય તે માટે હોમિયોપેથી ઔષધીની ગોળીનો ડોઝ આપવામાં આવ્યો હતો.

સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક ઔષધીના ડોઝ આપવામાં આવ્યા હતા. સાથોસાથ આશ્રમમાં રહેલ વડીલો માટે શિયાળામાં ઉપયોગી આવે તેવા ઉનના ધાબળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ યોજવા બદલ તેઓને શુભેચ્છાની વર્ષા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો