જતન કરવું જરૂરી:શહેરમાં ટ્રીગાર્ડ તૂટી રહ્યા છે અને વૃક્ષો સૂકાઈ રહ્યા છે...

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરને હરિયાળું બનાવવા પાલિકા દ્વારા જતન કરવું જરૂરી

પોરબંદરમાં પર્યાવરણની જાળવણી અને શહેરને હરિયાળું બનાવવા સામાજિક સંસ્થાઓ, સ્કૂલો, છાત્રો સહિતના લોકો વૃક્ષોનું વાવેતર કરે છે. પાલીકા તંત્ર દ્વારા પણ શહેરને ગ્રીન સિટી બનાવવા વૃક્ષો અને વૃક્ષો ફરતે ટ્રીગાર્ડ મૂકવામાં આવ્યા હતા અને જવાબદારી પાલીકાના ગાર્ડન વિભાગને સોંપવામાં આવી છે.

વૃક્ષનું વાવેતર અને આ વાવેતરને કોઈ નુકશાન ન પહોંચે તે માટે ટ્રીગાર્ડ લગાવવામાં આવ્યા હતા. પરંતુ હાલ અમુક ટ્રીગાર્ડ ત્રાંસા થયા છે, અમુક ટ્રીગાર્ડ તૂટી ગયા છે અને જાળવણી ન થતા વૃક્ષો સુકાઈ ગયા છે. શહેરના જુદાજુદા વિસ્તારમાં ટ્રીગાર્ડ તૂટેલા નજરે ચડે છે અને વૃક્ષો સુકાઈ ગયેલા નજરે ચડી રહ્યા છે ત્યારે શહેરને હરિયાળું બનાવવા તંત્ર દ્વારા તેમજ સામાજિક સંસ્થા દ્વારા પણ વૃક્ષોના જતન ની જવાબદારી સ્વીકારવી જોઈએ તેવું પ્રબુદ્ધ નાગરિકો માની રહ્યા છે.

ગાર્ડન વિભાગને સખત શબ્દોમાં સુચના આપી છે: ચીફ ઓફિસર
ટ્રીગાર્ડ અને અંદર આવેલ વૃક્ષોના જતન માટે પાલીકાના ગાર્ડન વિભાગ ની જવાબદારી નક્કી કરવામાં આવેલ છે. વૃક્ષો અને ટ્રીગાર્ડ ના જતન માટે ગાર્ડન વિભાગને સખત શબ્દોમાં સૂચના આપી દેવામાં આવી છે. -મનન ચતુર્વેદી, ચીફ ઓફિસર, પાલિકા

અન્ય સમાચારો પણ છે...