તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલિ:પોરબંદરમાં ગુપ્ત દાનની સરવાણી કરનાર નંદલાલ ભાઈ શાહને શ્રદ્ધાંજલિ અપાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમાજના હીત માટે દાન કરવું, પણ દાન કર્યાનો દંભ ન આવે તે માટે હંમેશા પડદા પાછળ રહી ગુપ્તદાન કરવું તેવી આદતના વ્યસની પોરબંદરના નંદલાલભાઇ શાહના નિધન બાદ આજે તેમને કલરવ સંસ્થા દ્વારા સ્મરણાંજલી આપવામાં આવી હતી.

પોરબંદરની ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદા પર નોકરી કરતા નંદલાલભાઇ શાહને શરૂઆતથી જ જે મળે તેને ખવડાવનો શોખ હતો અને જેને જરૂર હોય તેને મદદ કરવી અને તે પણ ગુપ્ત રીતે કરવાના શોખીન હતા.

નંદલાલભાઇના પત્નિ અને તબીબક્ષેત્રે કાર્યરત એકમાત્ર પુત્રી ડો. સુરેખાબેન શાહે પણ તેમના પિતાના ચાતરેલા ચિલ્લા પર ચાલવાનું પસંદ કરતા નંદલાલભાઇના લોકસેવાના મહાયજ્ઞમાં 2 વધુ સભ્યો પત્નિ અને પુત્રીનો વધારો થયો હતો. નંદલાલભાઇના પરિવારે ગરીબો માટે એમ્બ્યુલન્સ, લોકહીતના કાર્યો માટે શારદા નંદલાલ હોલ હોય કે પછી ધંધુકામાં મંદિર બંધાવવાના કામગીરી આ પરિવારે કરી છે. તે ઉપરાંત તગળી ગામે મંદિરનો જીર્ણોધ્ધાર, નાથદ્વારામાં પણ ધાર્મીક મંદિરોમાં રૂમો બંધાવી આપવાનું કામ આ પરિવારે કર્યું છે. એટલું જ નહી નંદલાલભાઇની આ ટીમે 7 દિકરીઓને દતક લઇ તેમના ભણાવી, ઉછેરી કરી અને તેમના લગ્ન કરાવી આપવાની પૂરેપૂરી જવાબવારી નિભાવી છે. તે સિવાય નંદાલાલભાઇએ અનેક લોકોને ધંધા રોજગાર માટે મદદ, સામાજીક પ્રસંગો માટે મદદ, દવાખાના માટે મદદો કરી છે તેની તો તેના પરિવારજનોને પણ કદી જાણ થવા દીધી નથી. પરંતુ ગામમાં અનેક લોકો એવા મળી જાય કે તે જરૂરથી જણાવે કે મને ખરા ટાઇમે નંદલાલભાઇ કામ લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...