શ્રદ્ધાંજલિ:નાગર્જુન સીસોદીયાની 49મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અપાઇ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેર શક્તિ સેના દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું

ભારત પાકિસ્તાન સામે 1971ના યુદ્ધના કાશ્મીરના છામ્બ મોરચે ભારતીય આર્મીની ગુરખા રેજીમેન્ટની ઈન્ટેલીજન્સ વીંગમા સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ફરજ બજાવતા માત્ર 21 વર્ષની ઉંમરે અભૂતપૂર્વ પરાક્રમ અને શોર્ય દાખવી 13 ડિસેમ્બરના રોજ વીરગતિ પ્રાપ્ત કરનાર પોરબંદરના પનોતા પુત્ર અમર શહીદ નાગાર્જુન સિસોદિયા ની 49 મી પુણ્યતિથી નિમિતે પોરબંદર ખાતે મહેર શક્તિ સેના દ્વારા શ્રધાંજલિ પાઠવવાના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.

મહેર શક્તિ સેના ના કાર્યાલય ખાતે સંસ્થા ના પ્રમુખ રાણાભાઇ ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં સંસ્થા ના મહિલા ઉપ પ્રમુખ મંજુલાબેન બાપોદરા, રાણાભાઇ ઓડેદરા ,સમાધાન સમિતિ ના અધ્યક્ષ પ્રી.નવઘણભાઈ મોઢવાડિયા, જીતુભાઈ ઓડેદરા, મંજુબેન મોઢવાડિયા,દેવીબેન કડછા,દેવાભાઈ કડછા,દેવાભાઈ મોઢવાડિયા,કેશુભાઈ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી તેઓની શહાદત ને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...