14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ને લોકો પ્રેમનો પર્વ તરીકે મનાવે છે. આ દિવસે લોકો અલગ અલગ પ્રેમની વ્યાખ્યામાં ઉજવાતા હોય છે ત્યારે દેશની આઝાદીમાં જેમણે બલિદાનો આપ્યા છે તેવા શહીદો મહાનુભાવનોને યાદ કરી આજના દિવસની ઉજવણી જિલ્લા NSUIના કાર્યકરોએ કરી હતી.
14 ફેબ્રુઆરી 2019 દિવસે દેશના 44 જવાનો પુલવામામાં શહિદ થયા હતા. જેથી આ દિવસને કાળો દિવસ માનવામા આવે છે. પોરબંદર જિલ્લા NSUIકાર્યકરો દ્વારા પોરબંદરના શહિદ સ્મારક નાગાર્જૂન સિસોદિયા પાર્કમા જઇને શહીદોને યાદ કર્યા હતા અને શહિદ નાગાર્જૂનની પ્રતિમાની પાણી વડે સાફ-સફાઇ કરી તેમને પુષ્પહાર પહેરાવી, પુલવામા શહિદ થયેલા જવાનો “એક દિયા શહિદો કે નામ” મીણબત્તી પ્રગટાવીને 2 મિનિટનું મૌન પાડીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.