તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસ્ટમાંથી બેસ્ટ સર્જન:સેવ ધ નેચર ગ્રુપ દ્વારા વેસ્ટ લાકડામાંથી ટ્રી ગાર્ડ બનાવાયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેસ્ટ લાકડામાંથી ટ્રી ગાર્ડ બનાવી વૃક્ષોનું જતન કરવામાં આવશે. - Divya Bhaskar
વેસ્ટ લાકડામાંથી ટ્રી ગાર્ડ બનાવી વૃક્ષોનું જતન કરવામાં આવશે.
  • ટ્રીગાર્ડ બનાવી વૃક્ષો ફરતે લગાવાયા

પોરબંદરની સંસ્થા સેવ ધ નેચર ગ્રૂપ દ્વારા ટ્રીગાર્ડ બનાવી વૃક્ષ ફરતે લગાવવામાં આવ્યા છે. ગ્રુપના દીપ શાહે જણાવ્યું હતું કે કદાચ વૃક્ષ ધરાસાઈ થાય કે તેને કોઈ વાઢી નાખે તો તેમના લાકડા બળતણ માં કે ફર્નિચર બનાવવામાં કામ આવે છે પરંતુ આ ગ્રુપ દ્વારા ધરાસાઈ થયેલ અને કોઈએ વાઢેલ વૃક્ષના લાકડા નો સદ ઉપયોગ કરી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનું કામ કર્યું છે.

ઠક્કર પ્લોટ માં આવેલ કબીર આશ્રમમાં વૃક્ષો રોપી તેમાં ફરતે વાળ બનાવવી જરૂરી હતી, રખડતા ઢોર એ વૃક્ષ ને ઉખેડી નાખે નહીં જેથી આ સંસ્થાના સભ્યોએ જુના વેસ્ટ લાકડા માંથી ટ્રી ગાર્ડ બનાવી વૃક્ષોનું જતન કરી શકાય તેવી રીતે વૃક્ષારોપણ બાદ ટ્રી ગાર્ડ બનાવી વૃક્ષ ફરતે લગાવવામાં આવ્યા છે. વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનું કામ કરી સંસ્થાનું ઉમદા કાર્ય કરી લોકોને જાગૃતિ લાવવા નવો અભિગમ શરૂ કરતા પ્રકૃતિ પ્રેમીઓએ આ કાર્યને બિરદાવ્યું હતું.

આ તકે મયુરભાઈ, આશાબેન, કૈલાશબેન, દિપાલીબેન, પ્રતિકભાઈ, દિપ, જોય, દર્શન, ખેવલ, ભાવેશભાઈ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...